ભાજપે મોદીની ગેરન્ટી નામે સંકલ્પ-પત્ર જારી કર્યો
દીલ્હી, 14 એપ્રિલ: લોકસભા ચૂંટણી 2024ની ચૂંટણી માટે દરેક પક્ષો જોર-શોરથી પ્રચાર-પ્રસાર કરી રહી છે.દરેક પક્ષોના નેતા સહિત ઉમેદવારો સભાઓ-રેલીઓ-રોડશો કરીને લોકો વચ્ચે પોતનાી વાત રજુ કરી રહ્યો છે ત્યારે આજ રોજ ભાજપે દીલ્હીના આવેલા ભાજપના મુખ્ય કાર્યાલ પોતાનો મોદીની ગેરન્ટી નામે સંકલ્પ પત્ર જારી કર્યો છે. આવો જાણીએ શું છે મોદીની ગેરન્ટી.
મોદીની ગેરન્ટી છે કે,
મોદીની ગેરન્ટીના મુખ્ય ચાર સ્તંભ એવા નારીશક્તી, યુવા, ગરિબ અને ખેડુતો છે.
ન્ફ્રસ્ટ્કચર પર ફોકસ કરીને રોજગારી વધારવાનું કામ કરાશે. જેનાથી સ્ટાર્ટઅપને બળ મળશે.આ મેનિફેસ્ટો ભારતના યુવાઓની આંકાક્ષાઓને પુરી કરશે.
ગરીબની થાળી પોષણયુક્ત, અને તેના મનને સંતોષ આપનારી બને તે માટે મફત રાસનની યોજના આવનારા પાંચ વર્ષ સુધી રહેવાની છે.
જનઔષધિ કેન્દ્રોનું વિસ્તરણ કરવામાં આવશે, 80 ટકા ડીસ્કાઉન્ટની સાથે સસ્તી દવાઓ મળશે.
આયુષ્માન કાર્ડ પર પાંચ લાખ સુધીની મફત સારવાર મળશે.70 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનોને આયુષ્માન કાર્ડમાં આવરી લેવાશે.
ભાજપે ગરિબોમાટે અત્યાર સુધી 4 કરોડ પાકા ઘરો બનાવી આપ્યા છે. આ સિવાય અમે લોકો 3 કરોડ વધુ ઘરો બનાવવાનો સંકલ્પ.
સસ્તા સિલિન્ડર ઘરે-ધરે પહોંચાડ્યા પછી હવે પાઈપથી ગેસ પહોંચાડવામાં આવશે.
મફત વીજળી કનેક્શન પછી વીજ બીલ ઝીરો કરીને કમાણી કરવા પર ભાર
મુદ્રા યોજના હેઠળ એન્ટ્રપ્રેન્યોરને જોબસીકરથી જોબગીવર બનાવ્યા છે.જેમાં લોનની સીમા 10 લાખથી વધારીને 20 લાખ કરવામાં આવશે.
ઇન્ડસ્ટ્રી 4.0માં જરુરી નેટવર્ક માટે આ યોજના કામ આવશે. જે યુવાઓને પોતાનું ગમતું કામ કરવા માટે પ્રોત્સાહિત કરશે.
ગરિબો વ્યાજમુકત બને તે માટે સ્વનિધિ યોજના હેઠળ મોદીની ગેરન્ટી પર લોકોને 50,000ની લિમિટ વધારાશે. નાના ગામડાઓમાં વસતો લોકોને આવરી લેવાશે.
10 વર્ષ સુધી દિવ્યાંગ લોકોમાટે સુવિધાઓમાટે કામ કર્યું છે જેમાં હવે દિવ્યાંગ લોકોને પીએમ આવાસ યોજનામાં પ્રાથમિક યોજનામાં પ્રાથમિકતા આપીને તેમની જરુરિયાત મુઝબના ઘર બનાવી આપવામાં આવશે.
કિન્નર સમાજની ઓળખ અને સમ્માન માટે કામ કરશે. તેઓને આયુષ્માન કાર્ડ હેઠળ આવરી લેવાશે.
આ મેનિફેસ્ટોનો મુખ્ય આધાર એવા ચાર સ્તંભો છે. નારી શક્તિ,ગરીબ અને ખેડુતો છે.મોદીએ કહ્યું અમારુ ફોક્સ નારી શક્તિ, ગરીબ, યુવા અને ખેડુતોની ડિગ્નીટી ઓફ લાઈફ અને કોન્ટન્ટી ઓફ ઓપોર્ચ્યુનિટી બેઝ છે.જેને કોઈ નથી પુછતું તેને મોદી પુજે છે. જેને કોઈ નથી પુછતું તેને મોદી પુજે છે અને આ જ સબકા સાથ અને સબકા વિકાસનો ભાવ છે અને આ જ ભાજપનો સંકલ્પ પત્ર છે.
આ પણ વાંચો: “પહેલા હું મોદી સરકારની વિરુદ્ધ હતો, પરંતુ હવે મારા વિચારો બદલાઈ ગયા છે.”: રાજ ઠાકરે