ટોપ ન્યૂઝનેશનલ

‘2024માં દેશમાંથી ભાજપનો સફાયો કરવાનો છે…’ લાલુ યાદવે પૂર્ણિયાની રેલીમાં આપ્યો મોટો સંદેશ

Text To Speech

મહાગઠબંધને શનિવારે બિહારના પૂર્ણિયામાં એક ભવ્ય રેલી યોજી હતી. આ દ્વારા 2024ની લોકસભા ચૂંટણી માટે પ્રચારની શરૂઆત કરવામાં આવી હતી, ત્યાં વિપક્ષી એકતા દ્વારા મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. RJD પ્રમુખ લાલુ પ્રસાદ દિલ્હીથી વર્ચ્યુઅલ રીતે રેલીમાં જોડાયા હતા. આ દરમિયાન લાલુ યાદવે કહ્યું કે, ‘આજે દેશ ટુકડે-ટુકડા થવાના આરે છે. ભાજપ આરએસએસનો માસ્ક છે. 2024માં ભાજપનો સફાયો કરવો છે.

લાલુ યાદવે કહ્યું, ‘આપણે દેશને બચાવવો છે. બાબા સાહેબ આંબેડકરના બંધારણને બચાવવું પડશે. બિહાર અને દેશે આગળ વધવાનું છે. લઘુમતીઓનું રક્ષણ કરવું પડશે. હવે નરેન્દ્ર મોદીની સરકાર જવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી અમે એક થઈશું ત્યાં સુધી અમને (મહાગઠબંધન) કોઈ તોડી શકશે નહીં. આ વખતે ભાજપ સરકાર હારી જશે. બિહારમાં મહાગઠબંધન જીતશે.

આ પણ વાંચો : લોકસભા 2024ની તૈયારી, આજે બિહારમાં ભાજપ અને મહાગઠબંધન કરશે રાજકીય શક્તિ પ્રદર્શન

બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે પણ મોદી સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, ‘ભાજપના આ લોકો નેતા નથી. ભાજપમાં કોઈ નેતા નથી, બધા ડીલર બની ગયા છે. એટલા માટે આ લોકો દેશના બંધારણ અને લોકશાહીને ખતમ કરવા માંગે છે. અમે માત્ર સાંપ્રદાયિક શક્તિઓ સામે જ લડીશું નહીં પરંતુ તેમને સત્તા પરથી હટાવવા માટે કામ કરીશું.

Back to top button