ભાજપ મારા નિવેદનો અંગે જુઠ્ઠાણું ફેલાવે છે, કેમ રાહુલ ગાંધીએ આમ કહ્યું
નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર : રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસને લઈને ભાજપ કોંગ્રેસ પર સતત પ્રહારો કરી રહી છે. ભાજપનો આરોપ છે કે રાહુલ ગાંધીએ અનામત અને શીખોને લઈને વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. હવે આ મુદ્દે પહેલીવાર વિપક્ષી નેતા રાહુલની સ્પષ્ટતા સામે આવી છે. તેમણે કહ્યું કે ભાજપ અમેરિકામાં મારા નિવેદન અંગે જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, 10 સપ્ટેમ્બરના રોજ રાહુલ ગાંધીએ વોશિંગ્ટન ડીસીમાં એક સભાને સંબોધતા કહ્યું હતું કે, લડાઈ એ વાતની છે કે ભારતમાં શીખોને પાઘડી પહેરવાની છૂટ છે કે પછી ભારતમાં શીખોને કાડા પહેરવાની છૂટ છે. શું શીખોને ગુરુદ્વારા જવાની છૂટ છે અને આ બધા ધર્મો વિશે છે.
રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપ સતત કોંગ્રેસ પર નિશાન સાધી રહી છે. ભાજપનું કહેવું છે કે કોંગ્રેસના સાંસદે શીખોનું અપમાન કર્યું છે. એટલું જ નહીં કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ તો રાહુલ ગાંધીને આતંકવાદી પણ કહ્યા હતા. આ સમગ્ર વિવાદ વચ્ચે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર તેમના 10 સપ્ટેમ્બરના ભાષણનો વીડિયો જોડીને ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે.