ભાજપ નારાજ આગેવાનોની માંગણી રંગેચંગે સ્વીકારવા તૈયાર : જુગલજી ઠાકોર
પાલનપુર : ડીસા ભાજપના ઉમેદવાર પ્રવીણભાઈ માળી ના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ડીસાના પશુ બજાર પાસે આવેલા એલ.એચ.કોમ્પ્લેક્સ માં રાજ્યસભાના સંસદ જુગલજી ઠાકોર અને દિનેશ અનાવાડીયા, ધારાસભ્ય શશીકાંત પંડ્યા અનેં ભામાશા રોહિતજી ઠાકોર ની ઉપસ્થિતિમાં ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડીસાનાવેરહાઉસ નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી,બનાસકાંઠા પ્રભારી સુરેશ શાહ, બહાદુરસિંહ વાઘેલા, રસિકજી ઠાકોર, અગરાજી ઠાકોર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તમામ આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ભારતનો વિશ્વમાં ડંકો વગાડ્યો છે ત્યારે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર ફરીથી બને તે માટે અને ડીસા બેઠક જંગી બહુમતીથી જીતે તે માટે કાર્યકરોને મહેનત કરવા જણાવ્યું હતું .
ડીસા ભાજપના ઉમેદવારનું કાર્યાલય ખુલ્લુ મુકતા સમયે જુગલજી નું નિવેદન
આ પ્રસંગે ડીસા વિધાનસભામાં ભાજપથી નારાજ થઈ ઠાકોર સમાજના અપક્ષ ઉમેદવારો અંગે ઠાકોર સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ ઠાકોર સમાજને અનેક જગ્યાએ ટિકિટો આપી છે. ક્યાંક સમીકરણ ગોઠવાયું ના હોય તો ટિકિટ આપી નથી. પરંતુ ઠાકોર સમાજ ભાજપ સાથે જ છે અને અમે અમારા નારાજ ઉમેદવારોને મનાવી લઈશું તેમજ સમગ્ર ઠાકોર સમાજ ભાજપ તરફી જ મતદાન કરશે.
રાજ્યસભા ના સાંસદ અને ઠાકોર સમાજ આગેવાન જુગલજી ઠાકોર એ જણાવ્યું હતું કે ઠાકોર સમાજ એ ભાજપની પડખે છે અને રહેશે પણ સમાજ ના આગેવાનો નારાજ છે તેમની માંગણી ભાજપ રંગેચંગે સ્વીકારવા તૈયાર છે.
આ પણ વાંચો : ડિજિટલ ઇન્ડિયામાં ચૂંટણી પ્રચાર માટે રોબોટનો ઉપયોગ, જુઓ વિડીયો