2024 ની ચૂંટણી માટે ભાજપ કરવા જઈ રહી છે નવો પ્રયોગ, કયા મતદારોને સાથે જોડવા માંગે છે?
ભાજપે 2024માં યોજાનારી લોકસભા ચુંટણીઓની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ મહત્ત્વપુર્ણ ચુંટણીની રાહમાં કોઇ કમી ન રહે એજ કારણે 18 કરોડથી વધુ સભ્યો વાળો ભાજપ પારંપરિક વોટની સાથે સાથે પોતાનો વધુને વધુ વિસ્તાર કરવા માટે કેટલાય અલગ અલગ કાર્યક્રમ પણ શરૂ કર્યા છે.
શું છે ભાજપના નવા પ્રયોગ
ભાજપ સત્તામાં આવ્યા બાદ અનુસૂચિત જાતિઓ(SC)ને આકર્ષવા માટે કેટલીયે જાહેરાતો કરી અને તેમની વફાદારી મેળવવાના પ્રયાસ કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્તિગત રીતે દલિત પ્રતિકો પ્રત્યે ભાજપની પ્રતિબદ્ધતા સામે રાખવાના અભિયાન પણ ચલાવ્યા. દલિત નેતાઓને ભારતના રાષ્ટ્રપતિ સહિતના પ્રમુખ પદો પર નિયુક્ત કરવામાં આવ્યા.
ત્યારબાદ અન્ય પછાત વર્ગ (OBC)ને પ્રોત્સાહન આપવામાં આવ્યુ. વડાપ્રધાનના ઓબીસી વર્ગમાંથી આવવા અને કેબિનેટમાં ઓબીસી નેતાઓને સામેલ કરવાને લઇે પછાત સમુદાયો માટે રાષ્ટ્રીય આયોગને બંધારણીય દરજ્જો આપવા સુધી પાર્ટીએ સમર્થનને વોટમાં બદલવાના અનેક પ્રયાસો કર્યો. લોકનીતિ-સીએસડીએ સર્વે મુજબ પાર્ટીના ઓબીસી વોટ શેર 1996ની લોકસભાની ચુંટણીઓના 33 ટકા વધીને 2019માં 44 ટકા થઇ ગયા.
2022ની ચુંટણીઓની સાથે ઉત્તરપ્રદેશમાં પોતાના ઓબીસી સમર્થનમાં થોડો ઘટાડો થવાના સંકેત અને બિહારમાં નવા રાજકીય પુનર્ગઠનથી પછાત સમુદાયોના સમર્થનમાં સંભવિત કમીના સંકેત મળતા જ પાર્ટીએ હવે પછાત મુસ્લિમોને સામેલ કરીને એ નવુ ગઠબંધન બનાવવા માટે એક નવી કવાયત શરૂ કરી છે.
માત્ર હિંદુઓ સુધી સિમિત ન રહે પાર્ટી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ દેશભરમાં એક મજબુત સંગઠનનું નિર્માણ કરી રહ્યા છે. તેમનું આ વાત પર વિશેષ ધ્યાન છે કે ભાજપાના પોતાના પ્રયાસો માત્ર હિંદુઓ સુધી સીમિત ન રહે. ગયા વર્ષે પાર્ટી મહાસચિવો સાથે એક બેઠકમાં વડાપ્રધાને કહ્યુ હતુ કે પાર્ટીએ તમામ સમુદાયો સુધી પહોંચવાની કોશિશ કરવી જોઇએ. આ માટે તેમણે કેરળનુ ઉદાહરણ પણ આપ્યુ હતુ.
આ પણ વાંચોઃ વેજલપુર બેઠક પર ફરી લહેરાશે કેસરિયો, ઉમેદવાર અમિત ઠાકરનો જોશ હાઈ