ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નવી દિલ્હી વિધાનસભા બેઠક પર ચૂંટણી જીતવા માટે બીજેપી લોકોના વોટ કાપી રહી છે: કેજરીવાલનો આક્ષેપ

Text To Speech
  • વર્ષ 2025ના ફેબ્રુઆરી મહિનામાં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી છે, આ પહેલા આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે

નવી દિલ્હી, 29 ડિસેમ્બર: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ CM અરવિંદ કેજરીવાલે આજે રવિવારે ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, “નવી દિલ્હી વિધાનસભા બેઠક પર ચૂંટણી જીતવા માટે બીજેપી લોકોના વોટ કાપી રહી છે. ભાજપ ચૂંટણીથી ડરે છે. એટલા માટે તે આવી વસ્તુઓ કરી રહી છે.”

 

ભાજપ પાસે દિલ્હીમાં કોઈ વિઝન નથી: કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, “ભાજપે દિલ્હીમાં હાર સ્વીકારી લીધી છે, તેમની પાસે ન તો સીએમ ચહેરો છે, ન ઉમેદવાર છે અને ન તો તેમની પાસે કોઈ વિઝન છે. ભાજપ કોઈપણ રીતે ચૂંટણી જીતવા માંગે છે.”

ઓપરેશન લોટસ દિલ્હીમાં શરૂ થયું

AAP નેતા કેજરીવાલે કહ્યું કે, ભાજપે સૌથી પહેલા શહદરામાં 11 હજાર વોટ કાપવાનો પ્રયાસ કર્યો હતો. હવે નવી દિલ્હી વિધાનસભા બેઠક પર મતો કાપવામાં આવ્યા છે. આજે હું તમને આંકડા જણાવી રહ્યો છું. તેમનું ઓપરેશન લોટસ 15 ડિસેમ્બરથી નવી દિલ્હીમાં શરૂ થયું છે. 5 હજાર મત ડિલીટ કરવામાં આવ્યા છે, 7 હજાર ઉમેરવામાં આવી રહ્યા છે. તેઓ (BJB) 12 ટકા મતો જ્યાં-ત્યાં બદલી રહ્યા છે. જો આમ જ ચાલશે તો ચૂંટણી વ્યર્થ જશે.

કોણ છે આ સામાજિક કાર્યકરો: અરવિંદ કેજરીવાલ

પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું, ’29 ઓક્ટોબરથી 14 ડિસેમ્બર સુધીમાં 900 વોટ ડિલીશન માટે આવ્યા છે. 15 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સુધીમાં 5000 વોટ ડિલીશન માટે આવ્યા હતા. ત્યાં 10 લોકો છે, જેઓના નામ માસ ડિલીશન માટે નામ લાવ્યા છે. આ સામાજિક કાર્યકરો કોણ છે?’

10,000 નવા મતદારોની અરજી આવી

કેજરીવાલે કહ્યું, ‘જ્યારે અમે કેટલાક નામોની ચકાસણી કરવામાં કરી તો 400થી વધુ લોકો તેમની જગ્યા પર રહી રહ્યા છે. હવે જે વેરિફિકેશન થશે તે તમામ પક્ષોના લોકોની હાજરીમાં કરવામાં આવશે. 10,000 નવા મતદારોની રિક્વેસ્ટ આવી છે. તેઓ (ભાજપ) હરિયાણાથી લોકોને લાવી રહ્યા છે. આ નવા મતદારો ક્યાંથી આવ્યા? નવી દિલ્હીમાં 10% મતદારો વધ્યા છે.

આ પણ જૂઓ: દિલ્હીમાં 8 બાંગ્લાદેશીઓ ઝડપાયા, જંગલના રસ્તાથી સરહદ કરી પાર

Back to top button