ગુજરાતટ્રેન્ડિંગ

આદિવાસી પટ્ટામાં ગાબડું પાડવાની ફિરાકમાં ભાજપ, જાણો ક્યા દિગ્ગજ કોંગી નેતાનો પુત્ર ધારણ કરી શકે છે કેસરિયો.

Text To Speech

દેશની પોલિટીકલ લેબોરેટરી અને પીએમ મોદી તથા અમિત શાહના હોમ સ્ટેટ ગુજરાતમાં આ વિધાનસભા ચૂંટણીમાં 182ના લક્ષ્યાંક સાથે ભાજપ પક્ષ આગળ વધી રહ્યો છે. તેવામાં હવે ભાજપે આદિવાસી પટ્ટામાં મૂળિયા જમાવવા માટે રણનીતિ ઘડી છે. આ રણનીતિ અંતર્ગત ભાજપ દિગ્ગજ કોંગી ધારાસભ્ય સ્વ. અનિલ જોષીયારાના પુત્ર કેવલ સાથે વાટાઘાટો કરી રહ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

કોંગ્રેસના દિવંગત ધારાસભ્ય અનિલ જોષીયારા

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેવલ જોષીયારાને ભાજપમાં જોડાવવા અંગે તેજ પ્રયાસો ચાલી રહ્યા છે. ભીલોડાની બેઠક જીતવા માટે કેવલ જોષીયારાને ભાજપમાં લાવવામાં આવશે. ભીલોડા બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. અને અનિલ જોષીયારા ભિલોડાથી સતત 5 ટર્મથી જીતતા આવ્યા હતા.જોકે હવે તેમના નિધન બાદ આ બેઠક પોતાના ખાતામાં લાવવા માટે ભાજપ તેજ પ્રયાસો કરી રહ્યું છે.

ભિલોડા બેઠક ભાજપ માટે કેમ મહત્વની ?

અરવલ્લી જિલ્લાની ત્રણેય બેઠક હાલ કોંગ્રેસ પાસે છે
આદિવાસી પૂર્વ પટ્ટીમાં અરવલ્લી જિલ્લો મહત્વનો
ભીલોડા અરવલ્લીની અને આદિવાસી પૂર્વ પટ્ટાની મહત્વની બેઠક
ભીલોડાને અડીને આવેલી ખેડબ્રહ્મા બેઠક પણ કોંગ્રેસ પાસે છે
ભીલોડા બેઠક ઉપર દિવંગત નેતા અનિલ જોષીયારાનો દબદબો રહ્યો છે
જો જોષીયારાના દીકરા ભાજપમાં આવે તો પક્ષને ફાયદો થાય
અરવલ્લી અને સાબરકાંઠા બંને જિલ્લાના આદિવાસી વિસ્તારમાં ફાયદો થઈ શકે
ચૂંટણી પહેલા જોષીયારાના પરિવારને ભાજપ પક્ષમાં લાવવા માંગે છે
આદિવાસી પટ્ટીમાં હાલ કોંગ્રેસ મજબૂત છે
સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદમાં કોંગ્રેસનું સંખ્યાબળ વધુ છે
મધ્ય ગુજરાતની આદિવાસી પટ્ટીમાં પણ કોંગ્રેસ મજબૂત છે
ભાજપ અશ્વિન કોટવાલની સાથે જોષીયારાના દિકરાને પણ પક્ષમાં લાવવા માંગે છે

Back to top button