ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

જાહેર સભામાં ખુરશીઓ ભરવા ભાજપે આ લોકોને આપી મોટી જવાબદારી

Text To Speech

ગુજરાતમાં ચૂંટણીનો ચકરાવો જામ્યો છે. જેમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર દરેક પક્ષ કરી રહ્યો છે. દરેક પક્ષના નાનામોટા કદના નેતાઓ અને સ્ટાર પ્રચારકો ઠેર ઠેર જાહેર સભાઓ સંબોધી રહ્યા છે. ત્યારે વડાપ્રધાનની જાહેર સભાઓમાં ખુરશીઓ ખાલી રહેતા ભાજપમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જેમાં નેતાઓની સભામાં લોકો બેસી રહે તે માટે હવે ભાજપે ખ્યાતનામ કલાકારોનો સહારો લેવાનું નક્કી કર્યું છે.

આ પણ વાંચો: ઉમેદવાર નણંદ ભાભીનું શાબ્દિક યુદ્ધ શરૂ, પોતાને મત આપી શકતા નથી લોકો પાસે મત માંગો છો

હિંમતનગરમાં ભાજપની સભાનો ફિયાસ્કો થયો

હિંમતનગરમાં ભાજપની સભાનો ફિયાસ્કો થયો હતો. પુરુષોત્તમ રૂપાલાની સભાનો સમય થઈ ગયો હોવાં છતાં તમામ ખુરશીઓ ખાલી જોવા મળી હતી. એક પણ વ્યક્તિ પુરૂષોત્તમ રૂપાલાને સાંભળવા ફરક્યું નહીં હોવાથી ભાજપના નેતાઓ અવઢવમાં મુકાયા હતા. બપોરે ત્રણ વાગ્યે સભાનો સમય થયો હોવા છતાં કોઈ દેખાતું ન હતું. ત્યારે રૂપાલા સર્કિટ હાઉસમાં રોકાઈ ગયા. અને પછી સવા ચાર વાગ્યે સભા શરૂ કરી. ત્યારે કાર્યકરોને બોલાવી-બોલાવીને ભીડ ભેગી કરવાનો પ્રયાસ કર્યો.

આ પણ વાંચો: ભાજપના હાર્દિક પટેલે ગુજરાતના પાટીદારો વિશે કહી આ ખાસ વાત, પરિણામોના પત્તા ખુલી ગયા

અમિત શાહની સભામાં ખુરશીઓ ખાલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌરાષ્ટ્રની છેલ્લી ચાર સભાઓમાં તથા અમિત શાહની સભામાં ખુરશીઓ ખાલી રહેતા ભારતીય જનતા પક્ષમાં ચિંતા જાગી છે. મળતી માહિતી મુજબ ભાવનગર ખાતે 23 તારીખની વડાપ્રધાન મોદીની જાહેર સભામાં કિર્તીદાન, ગઢવી કિંજલ દવે અને સાઈરામ દવે મંચ ગજાવશે. સૌરાષ્ટ્રના ત્રણ દિગ્ગજ કલાકાર એક જ સ્ટેજ પર હોય ત્યારે લોકો તેને સાંભળવા પણ આવશે તેવી ભાજપના નેતા અપેક્ષા રાખી રહ્યા છે.

Back to top button