ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી-NCRના દરેક રાજ્યમાં ભાજપની સરકાર, ઈતિહાસમાં પહેલી વાર આવું બન્યું

Text To Speech

નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી 2025: 8 ફેબ્રુઆરીના રોજ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025નું પરિણામ આવી ગયું છે. ભાજપે 48 સીટો સાથે વાપસી કરતા આમ આદમી પાર્ટીને ખરાબ રીતે હરાવી છે. 27 વર્ષ બાદ મળેલી આ જીત પર પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે, આજે દિલ્હી એનસીઆરના દરેક રાજ્યમાં ભાજપની સરકાર છે. આ ઇતિહાસમાં પહેલી વાર આવું બન્યું છે.

પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે, દિલ્હી કોઈ એવો વિસ્તાર નથી, કોઈ એવો વર્ગ નથી, જ્યાં કમલ ન ખિલાવ્યું હોય. દરેક ભાષા બોલનારાએ દરેક રાજ્યના લોકોએ દિલ્હીમાં ભાજપના કમળના નિશાનનું બટન દબાવ્યું છે. મોદીએ કહ્યું કે, એનડીએને જ્યાં પણ જનાદેશ મળ્યો છે, અમે તેમને નવી ઊંચાઈ પર પહોંચાડી છે. એટલા માટે ભાજપને સતત જીત મળી રહી છે. આજે દિલ્હી એનસીઆરના દરેક રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે.

પીએમ મોદીએ કહ્યું કે, આવું પહેલી વાર બન્યું છે કે, દિલ્હી એનસીઆરના દરેક વિસ્તારમાં ભાજપનું શાસન છે. આઝાદી બાદ આવું પહેલી વાર થયું છે. રાજસ્તાન, યૂપી, હરિયાણા અને એવા પાડોશી દરેક રાજ્યમાં ભાજપની સરકાર છે. મોદીએ કહ્યું કે, આ સુખદ સંયોગ છે. આ તમામ વિસ્તારમાં પહેલી વાર એક સાથે ભાજપની સરકાર આવી છે. મોદીએ કહ્યું કે, આ એક સંયોગ છે કે દિલ્હી અને આખા એનસીઆર વિસ્તારમાં પ્રગતિના અઢળક રસ્તા ખુલવા જઈ રહ્યા છે.

એનસીઆર એટલે કે નેશનલ કેપિટલ રીઝન. તેમાં રાજધાની દિલ્હી ઉપરાંત હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના જિલ્લા પણ આવે છે. રાજધાની દિલ્હીને છોડીને આ જિલ્લાની કૂલ સંખ્યા 24 થાય છે.

આ પણ વાંચો: દિલ્હીની ચૂંટણીનો કરિશ્માઈ જાદુ: આમ આદમી પાર્ટીને ભાજપ કરતા ખાલી 2 લાખ મત ઓછા મળ્યા અને 26 સીટ હાથમાં નીકળી ગઈ

Back to top button