સાબરકાંઠામાં ભાજપે શોભના બહેન બારૈયાને ટિકિટ અપાતા રોષ, વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ વાયરલ
- ભાજપે નવી યાદીમાં બે જગ્યાએ ઉમેદવાર બદલ્યા છે
- હિંમતનગર તાલુકા ભાજપના વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ વાયરલ
- કાર્યકરોએ રાજીનામાં આપાવાની ચિમકી ઉચ્ચારી છે
સાબરકાંઠામાં ભાજપે શોભના બહેન બારૈયાને ટિકીટ અપાતા રોષ ફેલાયો છે. જેમાં કાર્યકરોએ રાજીનામાં આપાવાની ચિમકી ઉચ્ચારી છે. તેમજ હિંમતનગર તાલુકા ભાજપના વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ વાયરલ થઇ છે. તેમાં કૌશલ્યા કુવરબા પરમારનુ નામ અગ્રેસર હતું તથા શોભના બહેનનુ નામ અચાનક જાહેર થતા કાર્યકર્તાઓ નારાજ થયા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઓવૈસીની પાર્ટી AIMIM લોકસભાની ચૂંટણી લડશે
ભાજપે નવી યાદીમાં બે જગ્યાએ ઉમેદવાર બદલ્યા છે
ભાજપે નવી યાદીમાં બે જગ્યાએ ઉમેદવાર બદલ્યા છે. જેમાં વડોદરા સીટ માટે પહેલા જાહેર થયેલા ઉમેદવાર રંજન ભટ્ટની જગ્યાએ હેમાંગ જોશીની ટિકિટ આપી છે. જ્યારે સાંબરકાંઠા સીટ પર ભીખાજી ઠાકોરને બદલી શોભનાબેન બારૈયાને ટિકીટ આપી છે. આમ વડોદરામાં મહિલા ઉમેદવાર બદલી પુરુષ ઉમેદવાર જ્યારે સાબરકાંઠામાં પુરુષ ઉમેદવાર બદલી મહિલા ઉમેદવારને ટિકીટ આપી છે. આ સાથે જ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર થઇ ગયા છે. કોંગ્રેસે હજુ 8 સીટ પર પોતાના ઉમેદવાર જાહેર નથી કર્યા.
આ પણ વાંચો: ચોટીલા નજીક ગમખ્વાર અકસ્માત, એમ્બ્યુલન્સ સાથે ટ્રક ધડાકાભેર અથડાતા 3ના મૃત્યુ
શોભનાબેન 30 વર્ષથી પ્રાંતિજના માલિશના ગામે શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે
લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ સાબરકાંઠામાં ભાજપે ભીખાજી ઠાકોરની ટિકિટ આપ્યા બાદ વિવાદનું વમળ સર્જાતા તેમની ચૂંટણી લડવાની અસમર્થતા દર્શાવી હતી. જોકે ભાજપ દ્વારા સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે શોભનાબેન બારૈયાની પસંદગી કરી છે. શોભનાબેન બારૈયા છેલ્લા 30 વર્ષથી પ્રાંતિજના માલિશના ગામે શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. સાથોસાથ પ્રાંતિજના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના ધર્મ પત્ની છે. સાબરકાંઠા ભાજપના કાર્યકર્તાઓમાં હાલ એક જ વાત ચાલી રહી છે કે કૌશલ્યાબા પરમારને ટિકીટ મળવી જોઈતી હતી કેમકે કૌશલ્યાબા પરમારે ભાજપના ઉમદા કાર્યકર્યા છે અને પાર્ટીએ તેમને ઘણી જવાબદારી પણ સોપી છે.