ભાજપે કંગના રનૌતને બર્થડે ગિફ્ટ આપી, હવે એક્ટિંગ બાદ પોલિટિક્સમાં ધાક જમાવશે
નવી દિલ્હી, 25 માર્ચ: બોલિવૂડની ધાકડ અભિનેત્રી કંગના રનૌત હવે રાજકારણમાં પગ પેસારો કરવા જઈ રહી છે. ગઈકાલે ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની પાંચમી યાદીમાં કંગનાને હિમાચલ પ્રદેશના મંડી મત વિસ્તારમાંથી ટિકિટ આપી છે. નવેમ્બરમાં 2023માં તેણે ગુજરાતના દ્વારકાધીશ મંદિરમાં પૂજા કર્યા બાદ તેણે રાજકારણમાં આવવાના સંકેતો આપ્યા હતો. તેમજ છેલ્લા કેટલાક સમયથી રાજકારણમાં એન્ટ્રીને લઈને અટકળો ચાલુ હતી. જો કે હવે બધુ સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ અભિનેત્રી કંગના રનૌતે કહ્યું કે તે સત્તાવાર રીતે રાજકીય પક્ષમાં જોડાવા અને વિશ્વાસપાત્ર જાહેર સેવક બનવા આતુર છે.
ભાજપમાં જોડાવવાથી સન્માન અનુભવુ છું: કંગના
શાસક પક્ષ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સમર્થક રનૌતે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ભાજપમાં જોડાવાનું મને સન્માન મળ્યું છે. મારું પ્રિય ભારત અને ભારતીય જનતા પાર્ટી (BJP) ને હંમેશા મારું બિનશરતી સમર્થન મળ્યું છે, આજે ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વએ મારા જન્મસ્થળ હિમાચલ પ્રદેશના મંડી વિસ્તારમાંથી મારા લોકસભા ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે, હું લોકસભા ચૂંટણી લડવા અંગે હાઇકમાન્ડના નિર્ણયનું પાલન કરું છું. હું પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાવા માટે સન્માનિત અને ઉત્સાહિત છું. હું સક્ષમ ‘કાર્યકર્તા’ અને વિશ્વસનીય જાહેર સેવક બનવા ખૂબ આતુર છું.
અગાઉ રનૌતે રાજકારણમાં જોડાવવાનો રદિયો આપ્યો હતો
રનૌતે 2022માં કહ્યું હતું કે તેને રાજકારણમાં ઊંડો રસ છે પરંતુ વ્યવસાયિક રીતે તેમાં જોડાવાની કોઈ યોજના નથી. તેમના સિવાય ભાજપે ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકા ભજવનાર અભિનેતા અરુણ ગોવિલને મેરઠ લોકસભા બેઠક પરથી ઉતાર્યા છે. તાજેતરમાં ગોવિલ અને પ્લેબેક સિંગર અનુરાધા પૌડવાલ ભાજપમાં જોડાયા હતા. જાન્યુઆરીમાં અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેક સમારોહમાં ભાગ લેનાર અનેક ફિલ્મી હસ્તીઓમાં રણૌત, ગોવિલ અને પૌડવાલ હતા.
આ પણ વાંચો: ભાજપના વધુ 111 ઉમેદવાર જાહેર, અભિનેત્રી કંગના રનૌત મંડીથી લડશે