ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઓડિશામાં પહેલીવાર ભાજપની બની સરકાર, આંધ્રપ્રદેશમાં ટીડીપીને મળી પચંડ બહુમતી

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 04 જૂન: દેશભરમાં લોકસભા ચૂંટણીની મતગણતરી સાથે જ ઓડિશા, આંધ્રપ્રદેશ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી થઈ છે. જો આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપીને જંગી બહુમતી મળી છે. બહુમતીના કારણે આંઘ્રપ્રદેશમાં TDP પાર્ટી એકલા હાથે સરકાર બનાવી રહી છે.

આ પણ વાંચો: અરુણાચલમાં ભાજપને બહુમતી, સિક્કિમમાં એસકેએમની પ્રચંડ સુનામી

ઓડિશામાં રાજકીય પરિવર્તન

જો ભગવાન જગન્નાથની ભૂમિ ઓડિશાની વાત કરીએ તો અહીં વર્ષો પછી રાજકીય પરિવર્તન જોવા મળી રહ્યું છે. મતલબ કે ઓડિશામાં પહેલીવાર બીજેપીએ બહુમતી મેળવી છે. ઓડિશાની કુલ 147 વિધાનસભા બેઠકોમાંથી બીજેપીએ 80 બેઠક પોતાના નામે કરી અને બહુમતી મેળવી છે. ત્યારે હવે ઓડિશામાં ભાજપ સરકાર બનાવી રહી છે. ઓડિશાની લોકસભા સીટો પર પણ બીજેપી શાનદાર પ્રદર્શન કરી રહી છે. અહીં કુલ 21 બેઠકોમાંથી ભાજપ 19 બેઠકો પર આગળ છે. જ્યારે બીજેડી અને કોંગ્રેસ માત્ર 1 સીટ પર આગળ છે.

આ પણ વાંચો: આટલા કેન્દ્રીય મંત્રીઓએ પણ હારનો સ્વાદ ચાખવો પડ્યો, જાણો

Back to top button