હિમાચલ પ્રદેશ ચૂંટણી માટે બીજેપીની પ્રથમ યાદી જાહેર, CM જયરામ ઠાકુર આ બેઠક પરથી લડશે ચૂંટણી
ભાજપે હિમાચલ પ્રદેશ ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપે પોતાની પ્રથમ યાદીમાં 62 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. સીએમ જયરામ ઠાકુર સિરાજથી ચૂંટણી લડશે. આ બેઠક પરનો મુકાબલો ખૂબ જ રસપ્રદ માનવામાં આવે છે, કારણ કે કોંગ્રેસ પહેલાથી જ અહીંથી ચેતરામ ઠાકુરને ઉમેદવાર જાહેર કરી ચૂકી છે. જે બાદ હવે ભાજપે પણ ઔપચારિક રીતે સીએમ જયરામ ઠાકુરના નામની જાહેરાત કરી છે. ભાજપે તેની 62 ઉમેદવારોની પ્રથમ યાદીમાં પાંચ મહિલા ઉમેદવારોને નામાંકિત કર્યા છે. સીએમ જયરામ ઠાકુર સિવાય બીજેપીએ અનિલ શર્માને મંડીથી ટિકિટ આપી છે, જ્યારે પવન કાજલને કાંગડાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો : વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ: રૂ.15,670 કરોડની ગુજરાતને મળશે ભેટ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા હિમાચલ પ્રદેશ ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી હતી. હિમાચલમાં 12 નવેમ્બરે મતદાન થશે. જે બાદ 8 ડિસેમ્બરે પરિણામ આવશે.