ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલશ્રી રામ મંદિર

ભગવાન રામને માંસાહારી કહેવા બદલ ભાજપે NCP નેતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી

Text To Speech

મુંબઈ (મહારાષ્ટ્ર), 04 જાન્યુઆરી: શરદ પવાર જૂથના NCP નેતા જીતેન્દ્ર આવ્હાડે ભગવાન રામને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. જીતેન્દ્ર આવ્હાડે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે રામ અમારા છે અને તે બહુજન છે. રામ શાકાહારી નહિ પણ માંસાહારી હતા. તેઓ શિકાર કરીને ખાતા હતા. જો કે, આ નિવેદનને લઈને ભાજપ અને અજીત જૂથના નેતાઓમાં નારાજગી છે. બીજેપી નેતા રામ કદમે તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમજ ધરપકડની માંગ કરી છે. બીજી તરફ, જેમ-જેમ રામ મંદિરના અભિષેકની તારીખ નજીક આવી રહી છે તેમ-તેમ આ મુદ્દે રાજકારણ પણ વધી રહ્યું છે.

જીતેન્દ્ર આવ્હાડે રામ ભગવાનને માંસાહારી ગણાવ્યા

શરદ પવાર જૂથના NCP નેતા જીતેન્દ્ર આવ્હાડે શિરડીમાં એક કાર્યક્રમમાં સંબોધિત કરતાં કહ્યું હતું કે, રામ અમારા છે. બહુજન છે. રામ શિકાર કરીને ખાવાનું ખાતા હતા. શું તમે ઈચ્છો છો કે અમે શાકાહારી બની જઈએ, પરંતુ અમે ભગવાન રામને પોતાના આદર્શ માનીએ છીએ અને માંસ ખાઈએ છીએ. જે રામના આદર્શ છે. તેઓ શાકાહારી નહિં પરંતુ માંસાહારી હતા. તેમણે એમ પણ કહ્યું કે, 14 વર્ષ સુધી જંગલમાં રહેતા વ્યક્તિ શાકાહારી ભોજનની શોધમાં ક્યાં જશે? હું હંમેશા સાચું જ કહું છું.

BJP નેતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

ભાજપના નેતા રામ કદમ ભગવાન રામને માંસાહારી હોવા અંગેના નિવેદનને લઈને શરદ પવાર જૂથના નેતા જીતેન્દ્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. બીજેપી નેતાએ કહ્યું, તેમની માનસિકતા રામ ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાની છે. તેઓ મત મેળવવા માટે હિન્દુ ધર્મની મજાક ઉડાવી શકતા નથી. હકીકત એ છે કે રામ મંદિરનું નિર્માણ થયું છે તેની ખુશી અહંકારી ગઠબંધનને સ્હેજ પણ નથી. આના એક દિવસ પહેલા જ ભાજપના ધારાસભ્ય રામ કદમે મહારાષ્ટ્ર સરકારને અયોધ્યા અભિષેક સમારોહના દિવસે 22 જાન્યુઆરીએ દારૂ અને માંસ પર એક દિવસનો પ્રતિબંધ લાદવાની વિનંતી કરી હતી.

આ પણ વાંચો: કર્ણાટક: બાબરી ધ્વંસ કેસમાં હિંદુ કાર્યકર્તાની ધરપકડ સામે BJPનો વિરોધ

Back to top button