ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભાજપ પંજાબમાં અકાલીદળને પટાવવામાં નિષ્ફળ, કયા મુદ્દે અટકી વાત?

Text To Speech

પંજાબ, 11 ફેબ્રુઆરી: લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને એનડીએ ગ્રુપ સતત પોતાનું કદ વધારવાના પ્રયાસો કરી રહ્યું છે. ત્યારે પંજાબમાં ભાજપ અને અકાલી દળ વચ્ચે ઘણા સમયથી ગઠબંધનની વાત ચાલી રહી હતી. હવે સૂત્રો દ્વાર જાણવા મળ્યું છે કે પંજાબમાં ભાજપ અકાલી દળને પટાવવામાં નિષ્ફળ ગઈ છે.

પંજાબમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકસાથે ચૂંટણી નહીં લડવાની જાહેરાત બાદ ભાજપે પોતાની રણનીતિ બદલી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અકાલી દળ પણ ખેડૂતોના આંદોલન અને શીખ કેદીઓને મુક્ત કરવાના મુદ્દાઓને લઈને ભાજપ પર દબાણ બનાવી રહ્યું હતું. આ ઉપરાંત પંજાબ ભાજપનું નેતૃત્વ કરનાર નેતાઓ પણ ગઠબંધન ઈચ્છતા ન હતા.

કેમ અલગ પડ્યા હતા ભાજપ અને અકાલી દળ?

જ્યારે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે નવા કૃષિ કાયદા લાવી હતી ત્યારે અકાલી દળે તેના વિરોધમાં NDA સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. તે પછી અકાલી દળે બહુજન સમાજ પાર્ટી સાથે ગઠબંધન કરીને પંજાબ વિધાનસભાની ચૂંટણી લડી હતી.

કયા મુદ્દે ભાજપ અને અકાલી દળના ગઠબંધનની વાત અટકી?

થોડા સમય પહેલા અકાલી દળના સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપ પંજાબની 13માંથી 6 લોકસભા સીટો પર ચૂંટણી લડવાની માંગ કરી રહી છે, જ્યારે અકાલી દળ આટલી સીટો આપવા તૈયાર પણ ન હતી. જ્યારે અકાલી દળનું એનડીએ સાથે ગઠબંધન હતું ત્યારે અકાલી દળ 10 બેઠકો પર ચૂંટણી લડતું હતું અને ભાજપ માત્ર ત્રણ જ બેઠકો પર ચૂંટણી લડતું હતું.

અત્યારે પંજાબમાં અકાલી દળ અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે ગઠબંધન છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ આ ગઠબંધન તોડવા માંગતા નથી કારણ કે પંજાબમાં બસપાનો સારો પ્રભાવ છે. સુખદેવ સિંહ ઢિંડસાનું જૂથ પણ અકાલી દળમાં જોડાય તેવી ચર્ચા છે.

આ પણ વાંચો: પંજાબ-ચંડીગઢની તમામ લોકસભા બેઠકો પર આપ એકલા હાથે લડશે ચૂંટણી

Back to top button