ટ્રેન્ડિંગનેશનલ

અપમાનજનક ટિપ્પણી કરનાર રાજસ્થાનના નેતાને ભાજપે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા

Text To Speech

જયપુર: ગુરુદ્વારા અને મસ્જિદો પર અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંદીપ દાયમાને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. રાજસ્થાનના તિજારા વિધાનસભા ક્ષેત્રમાં યોજાયેલી રેલીમાં તેમણે ગુરુદ્વારા-મસ્જિદો વિશે ટિપ્પણી કરી હતી, જેના પછી તેમની ભારે ટીકા થઈ હતી. સંદીપ દાયમાને હાંકી કાઢવાના નિર્ણયની જાહેરાત રાજસ્થાન ભાજપ શિસ્ત સમિતિના અધ્યક્ષ ઓમકાર સિંહ લખાવતે કરી હતી. તેમણે કહ્યું કે, પાર્ટીની વિચારધારા વિરુદ્ધ નિવેદન આપવા બદલ પ્રદેશ અધ્યક્ષના નિર્દેશ પર આ કાર્યવાહી કરવામાં આવી છે

તિજારામાં એક રેલીમાં દરમિયાન ભાજપ નેતા દાયમાએ કથિત રીતે કહ્યું હતું કે મસ્જિદો અને ગુરુદ્વારાને ઉખેડી નાખવા જોઈએ. રેલીમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. તિજારા નગરપાલિકાના પૂર્વ ચેરમેન દાયમાના નિવેદનની આકરી ટીકા કરવામાં આવી હતી. આ પછી દાયમાએ એક વીડિયો જાહેર કર્યો અને માફી માંગી.

સંદીપ દાયમાએ પોતાનો બચાવ કરતા જણાવ્યું કે, તેમણે ભૂલથી મસ્જિદ અને મદરેસાને બદલે ગુરુદ્વારા વિરુદ્ધ કેટલાક ખોટા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. હું હાથ જોડીને શીખ સમુદાયની માફી માંગુ છું. મને ખબર પણ ન પડી કે આ ભૂલ કેવી રીતે થઈ. હું જરાય આ કલ્પના નથી કરી શકતો કે મારાથી શીખ સમુદાયનું અપમાન થાય. હું એ શીખ સમુદાયને માફી માંગું જેણે હંમેશા હિન્દુ ધર્મ અને સનાતન ધર્મનું રક્ષણ કર્યું છે. આ પછી તેમણે ગુરુદ્વારામાં ‘સેવા’ પણ કરી.

પંજાબમાં ભાજપના નેતાઓમાં દાયમા સામે ભારે રોષ જોવા મળ્યો હતો. બીજેપી નેતા અને પંજાબના પૂર્વ સીએમ અમરિંદર સિંહે દાયમા સામે કડક કાર્યવાહીની માગ કરી હતી. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સુનીલ જાખરે કહ્યું હતું કે સંદીપ દાયમાનું નિવેદન અસ્વીકાર્ય છે.

આ પણ વાંચો: બાબરી ધ્વંસ મુદ્દે ઔવેસીના કોંગ્રેસ-ભાજપ પર વાર, આરોપ-પ્રત્યારોપની રાજનીતિ

Back to top button