ભાજપની કારોબારી મહિલા સભ્ય અને તેમના પુત્રએ કરી છેતરપિંડી, શ્રવણ તીર્થયાત્રાના નામે લાખો પડાવ્યા

સુરતમાં ભાજપની કારોબારી સભ્ય જયશ્રી લુણાગરિયા અને તેમના પુત્ર અજય વિરૂદ્ધ અઠવા લાઇન્સ પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. આ બંન્ને માતા પુત્રની જોડીએ શ્રવણ તીર્થયાત્રાના નામે વડીલ તથા વૃદ્ધોને હરિદ્વાર, આગ્રા, અને દિલ્હીની ટૂર માત્ર 2000 રૂપિયામાં લઇ જવાનું કહી 80 વૃદ્ધો પાસેથી 2.52 લાખ રુપિયા ખંખેરી લીધા હોવાનું સામે આવ્યું છે.
જયશ્રી લુણાગરિયા અને તેમના પુત્ર વિરૂદ્ધ ઠગાઈની ફરિયાદ
પ્રાપ્ત જાણકારી અનુસાર સુરતમાં રહેતા ભાજપની કારોબારી સભ્ય જયશ્રી લુણાગરિયા અને તેમના પુત્ર અજય વિરૂદ્ધ અઠવા લાઇન્સ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં તેમના પર શ્રવણ તીર્થયાત્રાના નામે વૃદ્ધો પાસે્થી 2.52 લાખ રુપિયા પડાવી લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ફરિયાદમા જણાવ્યા અનુસાર જયશ્રી લુણાગરિયા અને તેમના પુત્ર અજયએ સુરતમાં શ્રવણ તીર્થયાત્રાના નામે વૃદ્ધોને હરિદ્વાર, આગ્રા, અને દિલ્હીની ટૂર માત્ર 2000 રૂપિયામાં લઇ જવાનું કહી 80 વૃદ્ધો પાસેથી 2.52 લાખ પડાવી લીધા હતા.
ધાર્મિક ટૂરના નામે વ્યક્તિ દીઠ રૂપિયા 2000 ઉઘરાવ્યા
પોલીસ મથકે નોંધવામાં આવેલ ફરિયાદ મુજબ સુરતના ગોપીપુરા કિરપારામ મહેતાના ખાંચામાં રહેતાં અને જરીકસબનું કામ 53 વર્ષના ચુનીલાલ ઠોકરદાસ રેશમવાલાને ગત પહેલી નવેમ્બરે જાણવા મળ્યું હતું કે કામરેજ સ્વપ્નવીલા સોસાયટીમાં રહેતાં અશોક ઉર્ફે અજય લુણાગરિયા 13મી જાન્યુઆરીએ વૃદ્ધોને શ્રવણતીર્થ યાત્રા માટે હરિદ્વાર, ઋષિકેશ, દિલ્હી અને આગ્રાનો પ્રવાસ ગોઠવ્યો છે. આ પ્રવાસ માટે વ્યક્તિ દીઠ રૂપિયા 2000 રાખવામા આવ્યા છે. જેથી રેશમવાલાના પરિવારના પાંચ સભ્યો પણ આ યાત્રા માટે જવાની ઇચ્છા ધરાવતા હોવાથી તેમણે 10 હજાર રૂપિયા અજયના એકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા.
પૈસા પરત માંગતા ફોન બંધ કી ફરાર થયા
આ ઠગાઈમાં અજય સાથે તેની માતા જયશ્રીબેન પણ સામેલ હતા. અજય અને તેની માતાએ ઉધના હરીનગર-2માં એક મીટિંગ રાખી હતી. આ મીટીંગમાં તઓએ રસોઈયો પણ લઈ જવાનો હોવાનનું કહી અલગથી 1000 રૂપિયાની માંગણી કરી હતી. 13મી જાન્યુઆરીએ આ ટૂરમાટે લઈ જવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ તેઓએ અચાનક આ ટુર કેન્સલ કરી દીધી હતી. અને આ પરિવારે ટૂરના પૈસા પરત માંગતા તેઓ ફોન બંઘ કરીને ફરાર થઈ ગયા હતા.
80 લોકો પાસેથી અજયે 2.52 લાખ પડાવી લીધા
આ છેતરપિંડી અંગે તપાસ કરતાં જાણવા મળ્યું કે આ પરિવાર સહિત કુલ 80 લોકો પાસેથી અજયે 2.52 લાખની માતબર રકમ ઉઘરાવી છેતરપિંડી કરી છે. આ ઠગાઈમાં ભોગ બનેલા 80 લોકો અઠવા લાઇન્સ પોલીસ મથકે પહોંચ્યા હતા અને તેમણે જયશ્રી લુણાગરિયા તથા તેના પુત્ર અજય વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : વંદે ભારત ટ્રેન પર ફરી હુમલો, સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમ જઈ રહેલી ટ્રેન પર પથ્થરમારો