ઉત્તર ગુજરાતગુજરાત

કડી APMCની ચૂટણીમાં ભાજપ સમર્પિત ઉમેદવારોની જીત, પૂર્વ નાયબ સીએમ નીતિન પટેલ બિનહરીફ

Text To Speech

મહેસાણા, 6 ડિસેમ્બર 2023, કડી એપીએમસી ખાતે મંગળવારે ખેડૂત વિભાગની 10 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં 782 પૈકી 728 મતદારોએ મતદાન કર્યું હતું. જેનું પરિણા આવતા કડી APMCમાં ભાજપ સમર્પિત ઉમેદવારોની જીત થઈ હતી. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડી APMCમાં ખરીદ વેચાણ મંડળીમાંથી ઉમેદવારી નોંધાવી હતી. 5 ડિસેમ્બર રોજ મતદાન પહેલા ખરીદ વેચાણ મંડળીમાં એકમાત્ર નીતિન પટેલે જ ફોર્મ ભર્યું હોવાથી તેઓ બિનહરીફ થયા હતા.

10 સીટો માટે 25 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી
કડી એપીએમસીનાં ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, ગઈકાલે તા. 5.12.2023 નાં રોજ કડી એપીએમસી ખાતે જે મતદાન થયું હતું. તેની મતગણતરી આજે કરવામાં આવી હતી. જેમાં ખેડૂત વિભાગની કુલ 10 સીટો માટે 25 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલી હતી. વેપારી વિભાગમાં જે ચાર સીટો હતી તે બિનહરીફ વિજેતા જાહેર થયેલ છે. ખરીદ વેચાણ વિભાગમાં પણ એક સીટ બિનહરીફ વિજેતા જાહેર થઈ હોવાથી આજે એપીએમસી કડીની ચૂંટણીની કામગીરી પૂર્ણ કરવામાં આવે છે.

કોઈ વ્યક્તિ નહીં પણ પક્ષ મોટો છેઃ નીતિન પટેલ
કડી APMCના ચૂંટણી પરિણામ બાદ નિતિન પટેલે જણાવ્યું હતું કે, ફોર્મ પરત ખેંચવા સમયે કોઈને કંઈ કહેવાયું હોય તો ખોટું ન સમજવું. કામ કડી માટે કરૂ છું. ભાજપ પક્ષ માટે કરૂ છું. હું ઉમેદવાર આજે પણ ન હતો અને પહેલા પણ ન હતો. ધારાસભ્યની ચૂંટણીમાં પક્ષે મને ટિકિટની ના પાડી હતી ત્યારે પણ મને ખોટું લાગ્યું ન હતું. કોઈ વ્યક્તિ મોટો નથી. પરંતું પક્ષ મોટો છે.

આ પણ વાંચોઃ ડીસામાં હોમગાર્ડ સ્થાપના દિન નિમિત્તે પ્રભાત ફેરી યોજાઈ, મહાપુરૂષોની પ્રતિમાઓનુ સન્માન કરાયુ

Back to top button