Election 2023 : ભાજપે મધ્યપ્રદેશ-છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની કરી જાહેરાત, જુઓ યાદી
- ભાજપે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર
- આ વર્ષે બંને રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે
આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેના પગલે ભાજપ સહિતના પક્ષો ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે આજે ગુરૂવારે ભાજપે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 39 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં છબુઆ, છરપુર અને ચિત્રકૂટ સહિત કુલ 39 સીટોનો સમાવેશ થાય છે.
મહત્વનું છે કે, બેઠકમાં પીએમ મોદી, અમિત શાહ અને જેપી નડ્ડા સહિત તમામ નેતાઓએ ભાગ લીધો હતો. બેઠકમાં બંને રાજ્યોની ચૂંટણી ઉપરાંત અન્ય અનેક મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. આ પછી જ ભાજપની ચૂંટણી ટીમની જાહેરાત પહેલા રાજસ્થાનમાં કરવામાં આવી હતી અને ત્યારબાદ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી.
- છત્તીસગઢમાં 21 ઉમેદવારોના નામ જાહેર કર્યા
કઈ રીતે બેઠકોની વહેચણી કરવામાં આવી
ચૂંટણી સમિતિની બેઠકમાં મુખ્ય બેઠકો અંગે ઉંડાણપૂર્વક ચર્ચા થઈ હતી. સૂત્રોનું માનીએ તો રાજ્યોની સીટોને ચાર કેટેગરીમાં વહેંચવામાં આવી છે. તેમને A, B, C અને D કેટેગરીમાં રાખવાની ચર્ચા થઈ હતી. ટિકિટની વહેંચણીને સરળ બનાવવા માટે વિધાનસભાની બેઠકોને 4 ભાગમાં વહેંચવામાં આવી છે. A કેટેગરીમાં એવી સીટો રાખવામાં આવી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વારંવાર જીતતા હોય છે. બી કેટેગરીમાં એવી એવી સીટો રાખવામાં આવી છે, જેમાં ગત ચૂંટણીમાં હાર-જીત થતી રહી છે. C કેટેગરીમાં એવી વિધાનસભા સીટો રાખવામાં આવી છે જેમાં બે વખત ઉમેદવાર હારી ગયા હો. તો બીજી તરફ, D કેટેગરીમાં એવી બેઠકો રાખવામાં આવી છે, જ્યાં ભાજપ ક્યારેય જીતી શક્યું નથી અને જ્યાં તેમની હાલત ખૂબ જ ખરાબ છે.
આ પણ વાંચો : મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2023 : ભાજપે 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા, જુઓ યાદી