ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો હતા એક મંચ પર, ભાષણો બાદ થયું એવું કે કોંગ્રેસના ધારાસભ્ય……..
સુરત જિલ્લાના મહુવા તાલુકાના વસરાય ગામ ખાતે દિશા ફાઉન્ડેશન દ્વારા એક સામાજિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ધારાસભ્યો તેમજ સામાજીક આગેવાનીને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ, અને મહુવા ભાજપના ધારાસભ્ય મોહન ઢોડિયા પણ હાજર રહ્યાં હતાં. દરમિયાન મહુવાના ધારાસભ્ય મોહન ઢોડિયાએ વક્તવ્ય આપતા કહ્યું હતું કે આદિવાસી સમાજને એક નવી દિશા મલાવી જોઈએ. વધુમાં તેમણે કહ્યું હતું કે દિશા ફાઉન્ડેશનનો ઉપયોગ કોઈ રાજકારણી ન કરે, મારા જેવાનો ઉપયોગ સમાજ કરે, સમાજને હું કેટલો ઉપયોગી બનું, અનંત પટેલ કેટલા ઉપયોગી બને ભલે એ કોંગ્રેસમાં હોય કે હું ભાજપમાં હોવ, પણ મારો ઉપયોગ સમાજમાં કેટલો કરે અને આ દિશા ફાઉન્ડેશનમાં કોઈ પણ રાજકારણી માણસ દિશા ફાઉન્ડેશનમાં ન રહે તેવી વિનંતી કરું છું.
આ પણ વાંચો : બનાસકાંઠા : બનાસ ડેરીએ સ્વીટક્રાંતિમાં કરેલા કામને બિરદાવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
ત્યારબાદ ધારાસભ્ય અનંત પટેલે પોતાના ભાષણમાં મોહન ઢોડિયાની વાત પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, રાજકારણ ક્યાંય ન થવું જોઈએ, ફક્ત સમાજ કારણ થવું જોઈએ. અમે રાજકારણ નહિ સમાજ માટે આવ્યા છીએ. જ્યારે અમારી પાર્ટી સમાજનું અહિત કરશે ત્યારે અમે પાર્ટીના પાટિયા કાઢી સમાજની સાથે જોડશું આવું બોલવાની તાકાત જોઈએ, દિશા ફાઉન્ડેશનને દિશા બતાવવાની જરૂર નથી. મોહનભાઈ તમને દિશા બતાવવાની જરૂર છે. અમે કોઈ દિવસ કેસરી ટોપી પહેરવાના નથી, અમે ફક્ત ફાળીયું જ પહેરવાના છીએ અને તેમાં જ ખુશ છીએ. અમે ફાળીયા જોડે રહેશું, ફાળીયા જોડે મરીશુ અને તેનું કફન બનાવી ઓઢી લઈશું. ફક્ત ધોડિયા સમાજને નહી, પરંતુ આદિવાસીના દરેક સમાજને દિશા બતાવવાની છે.
આ પણ વાંચો : ગુજરાતના આ મંદિરના દ્રશ્યો જોઈ ચોંકી જશો તમે ! જાણે સાક્ષાત સૂર્યનારાયણ દેવ જ…..
ધારાસભ્ય અનંત પટેલના આ વક્તવ્ય બાદ સમગ્ર મામલો બીચક્યો હતો અને ભાજપ ધારાસભ્યના સમર્થકોએ નરેબાજી શરૂ કરી તેમણે ઘેરી લીધા હતા, જે બાદ પોલીસે તેમણે પોતાની ગાડીમાં બેસાડી ત્યાંથી લઈ જવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલો સામે આવ્યો ત્યારે ભાજપ ધારાસભ્ય ત્યાંથી પહેલાથી જ નિકડી ગયા હતા.