ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ભાજપ-કોંગ્રેસને હારથી નહિ પણ આ ઉમેદવારોનો લાગી રહ્યો છે “ડર”

ગુજરાત વિધાનસભાની 26 સીટ પર ભાજપ-કોંગ્રેસનું માઇક્રોપ્લાનિંગ શરૂ થયુ છે. જેમાં 16 પર ભાજપનો, 11 પર કોંગ્રેસનો વિજય થયો હતો. તથા 2017માં 26 સીટ પર જીતના માર્જિન કરતાં નોટાને વધુ મત મળ્યા હતા. તેમજ ભાજપ અને કોંગ્રેસને એકબીજાનો ડર નથી પરંતુ નોટા અને નવા મતદારોનો ડર છે. ગુજરાતની 26 બેઠકો એવી છે જ્યાં ભાજપ અને કોંગ્રેસનું ટેન્શન વધેલું છે. આ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસને એકબીજાનો ડર નથી પરંતુ નોટા અને નવા મતદારોનો ડર છે. કારણ કે આ 26 બેઠકો એવી છે જ્યાં 2017ની ચૂંટણીમાં ભાજપ કે કોંગ્રેસના જે પણ ઉમેદવારો જીત્યા છે. તેના જીતના માર્જિનના મત કરતા નોટામાં વધુ મત પડયાં હતા.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: પીએમ મોદી આજે ગજવશે 4 મહાસભા -humdekhengenews

આ પણ વાંચો: ગુજરાતની ચૂંટણી પહેલા PM મોદીની હત્યાની સોપારી અપાઇ

ભાજપના 16 અને કોંગ્રેસના 11 ઉમેદવારો

નોટાના મતો આ વખતે કોઈ ઉમેદવારમાં ડાઈવર્ટ થાય તો હાર-જીતના સમીકરણો બદલી જાય તેમ છે. જેના લીધે ભાજપે પોતાની 16 બેઠકો અને કોંગ્રેસે પોતાની 11 બેઠકો અલગ તારવી તેના માટે માઈક્રો પ્લાનિંગ કર્યું છે. આવી બેઠકો પર વધુ કાર્યકર્તાઓને મૂકીને મહેનત કરાવાઈ રહી છે. 2017માં 26 બેઠકો એવી હતી જ્યાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ખૂબ પાતળી બહુમતિથી જીત્યા હતા. જેમાં ભાજપના 16 અને કોંગ્રેસના 11 ઉમેદવારોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ભાજપના હાર્દિક પટેલે ગુજરાતના પાટીદારો વિશે કહી આ ખાસ વાત, પરિણામોના પત્તા ખુલી ગયા

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: પીએમ મોદી આજે ગજવશે 4 મહાસભા -humdekhengenews

જીતેલી બેઠક આ વખતે હારમાં પલટાઈ શકે છે

ભાજપના સૌરભ પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઋષિકેશ પટેલ, બાબુ બોખીરિયા, ગજેન્દ્રસિંહ પરમાર, રમણ પટેલ હોય કે કોંગ્રેસના મોહન રાઠવા, સુરેશ પટેલ, મંગલ ગાવિત, જીતુ ચૌધરી, કનુ બારૈયા, ચિરાગ કાલરિયા, સુરેશ પટેલ આ તમામ ખુબ જ પાતળી બહુમતીથી વિજેતા બન્યા હતા. 2017ની ચૂંટણીમાં આ વિજેતા ઉમેદવારો જેટલા મતે વિજેતા બન્યા હતા તેના કરતાં વધુ મત તો નોટામાં પડયાં હતા. આથી આ વખતે ભાજપ અને કોંગ્રેસ એવો ભય જોઈ ગયા છે કે જો આ વખતે આ નોટાના મત કોઈ ઉમેદવારમાં ડાઈવર્ટ થયા કે આ વખતે પુરી તાકાતથી ચૂંટણી લડતી આમ આદમી પાર્ટી જો નોંધપાત્ર મતો તોડી ગઈ તો ગત્ વખતની જીતેલી બેઠક આ વખતે હારમાં પલટાઈ શકે છે.

આ પણ વાંચો: કુતુબુદ્દીન-અશોક પરમાર: જાણો રમખાણોના ‘પોસ્ટર બોય’ ગુજરાત મોડલ વિશે શું માને છે

ભાજપ હોય કે કોંગ્રેસ બંને પક્ષ માટે નોટાવાળા મતની ચિંતા

આ વખતે દરેક બેઠકો પર નવા મતદારો પણ ઉમેરાયા છે. જો તેઓ હરીફ ઉમેદવાર તરફ વળ્યાં તો પરિણામો બદલી જાય તેમ છે. આ વખતની ચૂંટણીમાં આ 26 બેઠકો પૈકી ઘણી બેઠકો પર ઉમેદવારો બદલાઈ ગયા છે, પરંતુ ભાજપ હોય કે કોંગ્રેસ બંને પક્ષ માટે નોટાવાળા મતની ચિંતા તો હજુ યથાવત્ જ છે. જેમાં આ વખતે ભાજપ-કોંગ્રેસને હારથી નહિ પણ આ ઉમેદવારોનો ડર લાગી રહ્યો છે.

Back to top button