ભાજપ-કોંગ્રેસે સાંસદોને 3 લીટીનો વ્હીપ જારી કર્યો, સરકારની આ રીતે બજેટ પસાર કરવાની તૈયારી


નવી દિલ્હી, 21 માર્ચ : સંસદના ચાલુ બજેટ સત્રમાં આજે એટલે કે શુક્રવારે સરકાર નાણામંત્રી દ્વારા રજૂ કરાયેલ બજેટને પાસ કરી શકે છે. આ અંગે ભાજપે તેના તમામ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો છે. ત્યારે કોંગ્રેસે પણ લોકસભામાં ત્રણ લીટીનો વ્હીપ પણ જારી કર્યો છે અને તમામ સાંસદોને ગૃહમાં હાજર રહેવા જણાવ્યું છે.
કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને ડર છે કે સરકાર ગિલોટીન દ્વારા બજેટ પસાર કરી શકે છે અને તેના પર વધુ ચર્ચા નહીં કરે. કોંગ્રેસનું માનવું છે કે સરકાર ચર્ચાથી ભાગી રહી છે. ત્યારે ભાજપે તમામ લોકસભા સાંસદો માટે ત્રણ લીટીનો વ્હીપ પણ જારી કર્યો છે. બજેટ પસાર કરવા માટે તમામ સાંસદોને લોકસભામાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
ગિલોટિનિંગ શું છે
ગિલોટિન એ સંસદીય વ્યૂહરચનાનો એક ભાગ છે. તેનો ઉપયોગ કોઈપણ ચર્ચા વિના બિલ પસાર કરવા માટે થાય છે. વાસ્તવમાં, તેનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે સરકાર શક્ય તેટલી ઝડપથી બિલ પસાર કરવા માંગે છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યું હતું.
મહત્વનું છે કે સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટ પર વિપક્ષ સતત પ્રહારો કરી રહ્યું છે. સત્રનો દરેક દિવસ અરાજકતાથી ભરેલો રહ્યો છે. આવી સ્થિતિમાં સરકાર ગિલોટીન દ્વારા બજેટ પસાર કરવાની તૈયારી કરી રહી હોવાની દહેશત છે. ત્યારે વિપક્ષે સરકારને ઘેરવા માટે તેના સાંસદોને વ્હિપ જારી કર્યો છે.
આ પણ વાંચો :- સાબરકાંઠાના IPS રવિન્દ્ર પટેલના ઘરે કેન્દ્રીય એજન્સીની ટીમ ત્રાટકી, નાણાકીય હેરફેરની શંકાએ તપાસ