મનીષ સિસોદિયાના ત્યાં દરોડા પછી ગુજરાતમાં AAPના વોટમાં 4 ટકાનો વધારો: કેજરીવાલ
દિલ્હી વિધાનસભામાં કેજરીવાલ સરકારનો વિશ્વાસ મત પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલના વિશ્વાસના મતની તરફેણમાં 58 મત પડ્યા હતા (ડેપ્યુટી સ્પીકર માટે 1 મત અલગ છે એટલે કે કુલ 59 થઈ ગયા છે) વિરોધમાં શૂન્ય મત પડ્યા હતા. ત્યારબાદ વિશ્વાસ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.
સિસોદિયા પર મનઘડત આરોપો લગાવવામાં આવ્યા: કેજરીવાલ
વિશ્વાસ મત પર ચર્ચા દરમિયાન સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે એવો આરોપ છે કે મનીષ સિસોદિયાએ દારૂની નીતિમાં પૈસા ખાધા છે. સીબીઆઈએ તપાસ કરી, કલાકો સુધી પૂછપરછ કરી, ઘરની તલાશી લીધી, બેંક લોકરની તપાસ કરી. પૂછાયેલા તમામ પ્રશ્નોના જવાબ સીબીઆઈને આપ્યા. સીબીઆઈના માણસો સંતુષ્ટ થઈને ઘર છોડી ગયા. બધું તપાસ્યું. કંઈ મળ્યું નહી. સિસોદિયા પર મનઘડત આરોપો લગાવવામાં આવ્યા હતા. ખોટા-સાચા કેસ કરીને તેમને શું મળે છે? ભાજપનું ઓપરેશન લોટસ નિષ્ફળ ગયું છે. તેઓ અમારા ધારાસભ્યોને ખરીદી શક્યા નથી.
મનીષ સિસોદિયાના ઘરેથી સીબીઆઈને કઈ ના મળ્યું
કેજરીવાલે કહ્યું કે સીબીઆઈ મનીષ સિસોદિયાના ઘરે ગઈ અને 14 કલાક સુધી શોધખોળ કરી, પરંતુ કંઈ મળ્યું નહીં. કેટલાક લોકો કહેતા હતા કે તેઓએ પ્રશ્નોના જવાબ આપ્યા નથી. તેઓએ તમામ પ્રશ્નોના જવાબ આપ્યા અને સીબીઆઈ સંતુષ્ટ થઈ ગઈ. ત્યારપછી સીબીઆઈ મનીષ સિસોદિયાના ગામમાં ગઈ અને પૂછ્યું કે શું મનીષ સિસોદિયાએ કોઈ પ્રોપર્ટી ખરીદી છે. પરંતુ કંઈ મળ્યું નહી. ત્યારબાદ તેઓ તેમના બેંક લોકરમાં જઈને તપાસ કરી કે ત્યાં કોઈ દાગીના કે મિલકતના કાગળો હોઈ શકે છે. પરંતુ ત્યાં ભાભીના 70-80 હજારના નાના ઘરેણાં હતા. બધું તપાસ્યું અને કંઈ મળ્યું નહીં. PM નરેન્દ્ર મોદીએ ફરી એકવાર મનીષ સિસોદિયાને ઈમાનદારીનું પ્રમાણપત્ર આપ્યું છે.