ડીસામાં ભાજપના ઉમેદવારની બાઈક રેલી, 500 થી પણ વધુ બાઈક સવારો જોડાયા,એક કિલોમીટર લાંબી કતાર
પાલનપુર : ડીસામાં ભાજપના ઉમેદવાર દ્વારા આજે બાઈક રેલીનું આયોજન કરાયું હતું. જેમાં 500 થી પણ વધુ બાઈક સવારો જોડાતા એક કિલોમીટર લાંબી કતાર લાગી હતી. ડીસાના ઉમેદવારે આજે રોડ શો કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા.
કાર્યકરોમાં ખુશીનો માહોલ
ડીસામાં ભાજપના ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય ગોરધનજી માળી ના પુત્ર અને યુવા અગ્રણી પ્રવીણ માળીનું નામ જાહેર થતાં જ કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો હતો. ત્યારે આજે ભાજપ દ્વારા બાઇક રેલી નું આયોજન કરાયું હતું.જય શ્રી રામ ના નારા સાથે નીકળેલી બાઈક રેલી રાજમંદિર પાસેથી શરૂ થઈ એરપોર્ટ ચાર રસ્તા, જલારામ મંદિર, સાઈબાબા મંદિર, ફુવારા સર્કલ થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી.
બાઈક રેલી દ્વારા રોડ શો કરી ઉમેદવાર પ્રવીણ માળીએ ચૂંટણી પ્રચાર ના શ્રી ગણેશ કર્યા હતા. 500 થી પણ વધુ બાઈક સવાર રેલી માં જોડાતા એક કિલોમીટર લાંબી કતાર લાગી ગઈ હતી. ભાજપના આગેવાનોએ ભાજપના ઉમેદવાર ને વોટ આપી જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ કરી હતી.બાઈક રેલી માં ભાજપ સંગઠન, યુવા ટીમ સહિત દરેક સમાજના લોકો જોડાયા હતા.
આ પણ વાંચો : AAPના મુખ્યમંત્રી પદનો ચહેરો બનેલા ઇસુદાન ગઢવી આ બેઠક પરથી લડશે ચૂંટણી