ગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

વલસાડના ભાજપના ઉમેદવારનો નવો નુસખો, સુપર મારીયો ગેમની તર્જ પર વીડિયો બનાવ્યો

Text To Speech

વલસાડ, 24 એપ્રિલ 2024, ગુજરાતમાં ભાજપ કોઈપણ હિસાબે આ વખતે 26 બેઠકો પર હેટ્રિક કરવા માંગે છે. ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે મતદારોને મનાવવા અને પોતાની તરફ આકર્ષવા માટે ઉમેદવારો અવનવી તરકીબો અપનાવા માંડ્યાં છે. વલસાડ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધવલ પટેલના પ્રચારનો વીડિયો વાયરલ થયો છે. જેમાં સુપર મારીયો ગેમમાં ધવલ પટેલના મોર્ફ કરેલ ફોટો સાથે વીડિયો બનાવવામાં આવ્યો છે. વિવિધ મુદ્દાઓ પર જીત મેળવી આગળ વધવાની વાત કહેતો વીડિયો વાયરલ થયો છે.

સુપર મારીયો ગેમની તર્જ પર વીડિયો બનાવ્યો
વલસાડ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધવલ પટેલનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ અનોખી રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ઉમેદવાર ધવલ પટેલ પ્રચાર માટે સુપર મારીયો ગેમની તર્જ પર વીડિયો બનાવીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સુપર મારીયો ગેમમાં ધવલ પટેલના મોર્ફ કરેલ ફોટો સાથે વીડિયો બનાવવામાં આવ્યો છે. જેમાં બેરોજગારી, નિરક્ષરતા, તુષ્ટિકરણ અને ભ્રષ્ટાચાર જેવા ઘણા મુદ્દાઓ જીત મેળવી રહ્યા છે અને આગળ વધી રહ્યા છે.

યુવા મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ
આ વીડિયોમાં તેમણે વલસાડના વિકાસની અને નિરક્ષરતાને દૂર કરવાની વાત પણ કરી છે, સાથે જ આદિવાસી સમાજને હક-અધિકારની ગેરેંટી પણ આપી રહ્યા છે. આ વીડિયો દ્વારા પ્રચાર કરીને ધવલ પટેલ વિવિધ મુદ્દાઓ પર જીત મેળવીને યુવા મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. આદિવાસીઓના હક્ક અને અધિકારના મુદ્દાને પણ આવરી લેવામાં આવ્યા છે. વલસાડ બેઠકના ભાજપના ઉમેદવાર ધવલ પટેલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભારતી વખતે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ વલસાડની બેઠક પર પાંચ લાખ કરતાં વધુ વોટની લીડથી વિજેતા બનશે.

આ પણ વાંચોઃપ્રિયંકા ગાંધી ધરમપુરમાં 27 એપ્રિલે સભા ગજવશે, રાહુલ ગાંધી પણ ગુજરાત આવે તેવી શક્યતા

Back to top button