ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભાજપના ઉમેદવાર માધવી લતાનો દાવોઃ હૈદરાબાદમાં આ વખતે ઓવૈસીનો કિલ્લો ધ્વસ્ત થશે

Text To Speech
  • અમે આ વખતે હૈદરાબાદમાં ચૂંટણી ચોક્કસપણે જીતીશું: માધવી લતા 

હૈદરાબાદ, 15 એપ્રિલ: હૈદરાબાદમાં AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી સામે પહેલીવાર ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર માધવી લતાએ મોટો દાવો કર્યો છે. જેમાં તેમણે દાવો કરતાં જણાવ્યું છે કે, તેઓ ચૂંટણી જીતી રહ્યા છે. તેમણે બુધવારે કહ્યું હતું કે, “અમે આ વખતે હૈદરાબાદમાં ચૂંટણી ચોક્કસપણે જીતીશું.” હૈદરાબાદમાં ભાજપના કાર્યકર્તાઓના સંમેલનમાં બોલતા માધવી લતાએ કહ્યું હતું કે, “હું પાર્ટીના કાર્યકરોની ઉર્જા અને ભાગીદારીથી પ્રોત્સાહિત છું. આજે આ કોન્ફરન્સમાં ત્રણથી ચાર હજાર અધિકારીઓ અને કાર્યકરો ભાગ લઈ રહ્યા છે. તેમની ઉર્જા અને ઉત્સાહ મને વિશ્વાસ આપે છે કે આ વખતે અમે ચોક્કસપણે હૈદરાબાદ જીતીશું.” માધવી લતાને ભાજપની ફાયરબ્રાન્ડ નેતા માનવામાં આવે છે.

માધવી લતા ભાજપના ફાયરબ્રાન્ડ નેતા

માધવી લતા AIMIMના વડા અને ચાર વખતના સાંસદ અસદુદ્દીન ઓવૈસી સામે પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે. માધવી લતાને ભાજપની ફાયરબ્રાન્ડ નેતા માનવામાં આવે છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે AIMIMના વડા સામે ભગવંત રાવને મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ તેઓ 2,82,186 મતોથી હારી ગયા હતા. તેમને કુલ મતના માત્ર 26 ટકા મત મળ્યા અને બીજેપીના ઉમેદવાર બીજા ક્રમે રહ્યા.

અસદુદ્દીન ઓવૈસી પર સાધ્યું નિશાન 

અસદુદ્દીન ઓવૈસીને મળેલી કથિત ધમકી અંગે માધવી લતાએ કહ્યું કે, “શક્ય છે કે ઓવૈસીને તેના જ લોકો તરફથી આવી ધમકી મળી હોય. અસદુદ્દીન ઓવૈસીને મારી નાખવાની ધમકી કોઈ કેવી રીતે આપી શકે? શું કોઈએ તેમના પર પથ્થરમારો કર્યો છે કે હુમલો કર્યો છે? આ બધું માત્ર સોશિયલ મીડિયા પર છે. આ લોકો એસી રૂમમાં બેસીને કંઈ પણ બોલે છે. હું કેવી રીતે માની શકું કે તેમને ધમકીઓ મળી રહી છે? મને પણ સોશિયલ મીડિયા પર હજારો ધમકીઓ મળે છે.

મુસ્લિમ સમાજને ઈદની શુભકામનાઓ આપી 

ઈદના અવસર પર મુસ્લિમ સમુદાયને તેમની હાર્દિક શુભેચ્છાઓ આપતા માધવી લતાએ કહ્યું હતું કે, “હું મારા તમામ મુસ્લિમ ભાઈઓ અને બહેનોને તેમજ ખાસ કરીને મારા તમામ પસમન્દા ભાઈઓ અને બહેનોને ઈદની શુભેચ્છા પાઠવું છું.”

આ પણ જુઓ: 98 વખત ચૂંટણી હારી ગયેલા વ્યક્તિએ ફરી 2 જગ્યાએથી નોંધાવી ઉમેદવારી

Back to top button