ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

રાજસ્થાનમાં ભાજપના ઉમેદવારને MLAનું ફૂલફોર્મ ખબર નથી, જૂઓ વીડિયો

Text To Speech
  • ઉદયપુરની માવલી ​​સીટ પર ઊભા રહેલા ભાજપના ઉમેદવાર કૃષ્ણ ગોપાલ પાલીવાલને MLAનું ફૂલફોર્મ ખબર ન હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી: રાજસ્થાનમાં વિધાનસભાની (Rajasthan Elections) ચૂંટણી ચાલી રહી છે. બધી જ પાર્ટીઓ જોર સોરથી પ્રચાર કરવા મેદાને ઉતર્યા છે અને દરેક પાર્ટીના ઉમેદવારો જનતાની વચ્ચે જઈને વોટ માંગી રહ્યા છે. એવામાં એક ભાજપના ઉમેદવારને MLAનું ફૂલફોર્મ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબમાં કંઈક એવું કહ્યું કે તેમનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

ઉદયપુરની માવલી ​​સીટ પરથી ભાજપના ઉમેદવાર કૃષ્ણ ગોપાલ પાલીવાલનો (Krishn Gopal Paliwal) એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ તેમને સવાલ પૂછી રહ્યો છે કે તમે ધારાસભ્યની ચૂંટણી લડી રહ્યા છો પરંતુ શું તમને MLAનું ફૂલફોર્મ ખબર છે? આના પર તેમણે જવાબ આપ્યો કે તેનો મતલબ ‘મેંબર ઑફ પાર્લામેન્ટ તો નથી થતો’

 

કૃષ્ણ ગોપાલ પાલીવાલ આગળ કહે છે, ‘મને યાદ હતું પણ હવે હું ભૂલી ગયો છું, મેં મોબાઈલમાં લખ્યું છે, મને યાદ નથી.’ ધારાસભ્યની ચૂંટણી લડવા જઈ રહેલા કૃષ્ણ ગોપાલ પાલીવાલ MLAનું ફૂલફોર્મ ન ખબર હોવાથી તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અનેક લોકો આ વીડિયો જોઈને પ્રતિક્રિયા આપી રહ્યા છે.

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે મતદાન 25 નવેમ્બર 2023ના રોજ પૂર્ણ થશે અને 3 ડિસેમ્બર 2023ના રોજ મત ગણતરી બાદ પરિણામો જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો: અપમાનજનક ટિપ્પણી કરનાર રાજસ્થાનના નેતાને ભાજપે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા

Back to top button