અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

EVENING NEWS CAPSULEમાં વાંચો : BJPએ ઉમેદવારોની યાદી જાહેર કરી, ઉર્જા વિભાગની આકરી કાર્યવાહી, જાણો પ્રજ્ઞેશ પટેલની જામીન અરજીને લઈ કોર્ટનો ચુકાદો

ભાજપે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર
આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેના પગલે ભાજપ સહિતના પક્ષો ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે આજે ગુરૂવારે ભાજપે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 39 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં છબુઆ, છરપુર અને ચિત્રકૂટ સહિત કુલ 39 સીટોનો સમાવેશ થાય છે.

વધુ વાંચો : Election 2023 : ભાજપે મધ્યપ્રદેશ-છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની કરી જાહેરાત, જુઓ યાદી

મેઘરજની ગ્રીન પાર્ક સોસાયટી પાસેથી ભૃણ મળ્યું
રાજ્યમાં અવાર નવાર બાળકને તરછોડવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે અરવલ્લીમાંથી પણ આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મેઘરજની ગ્રીન પાર્ક પાસે ભૃણ જાહરે રસ્તા પર ત્યજી દેવાયું હોવાની ઘટના સામે આવી છે.ઘટનાને પગલે મેઘરજ પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

વધુ વાંચો : માનવતા મરી પરવારી! મેઘરજની ગ્રીન પાર્ક સોસાયટી પાસેથી ભૃણ મળ્યું,પોલીસે શરુ કરી તપાસ

જાહેર કાર્યક્રમમાં થયેલ રકઝક મામલે રિવાબા જાડેજાએ આપ્યું નિવેદન
આજે જામનગરમાં ભાજપના ધારાસભ્ય રિવાબા મારી માટી મારો દેશ કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતાં.ત્યાં મેયર બીનામેન અને સાંસદ પૂનમબેન માડમ સાથે તેમની બોલાચાલી થઈ હતી. અને રિવાબાએ જાહેરમાં બધાની સામે સાંસદને ખરીખોટી સંભળાવી દીધી હતી અને ગુજરાત ભાજપના ધારાસભ્ય અને સાંસદ વચ્ચે શાબ્દિક ટપાટપી વધી જતા જિલ્લા પોલીસ વડાએ વચ્ચે પડવું પડ્યું હતું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે આ અંગે રિવાબા જાડેજાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે આ અંગે સ્પષ્ટતા કરી છે.

વધુ વાંચો : જાહેર કાર્યક્રમમાં થયેલ રકઝક મામલે રિવાબા જાડેજાએ આપ્યું નિવેદન, જાણો શું કહ્યું ?

ટામેટા બાદ હવે લસણના ભાવ આસમાને પહોંચ્યાં
હાલ રાજ્યમાં ટામેટા બાદ લસણનો ભાવ આસમાને પહોંચ્યો છે. દેશમાં મોંઘવારી સતત વધી રહી છે અને તે ઘટવાનું નામ નથી લઈ રહી. ટામેટાની જેમ લસણનો ભાવ પણ 170 રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. ટામેટા, લસણ, ડુંગળી બટેકા એવી વસ્તુઓ છે. જે વધુમાં વધુ ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. જેના વગર એક સમયનું જમવાનું પણ ઘણા લોકોને ન ભાવે. લસણ દરેક શાકભાજીમાં તેમજ વાનગીમાં વપરાય છે. જો કે, હવે તેના ભાવ આસમાને પહોંચી જતા ટામેટા બાદ લસણ ખાવું પણ ટાળવું પડે તેમ લાગી રહ્યું છે.

વધુ વાંચો : ટામેટા બાદ હવે લસણનો વારો : લસણના ભાવ આસમાને પહોંચતા વધુ એકવાર ગૃહણિઓના બજેટ ખોરવાયા 

અમદાવાદ ભારતમાં સૌથી વધુ પોસાય તેવું શહેર
રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી નાઈટ ફ્રેન્ક દ્વારા જાહેર કરવામાં આવેલા અફોર્ડેબિલિટી ઈન્ડેક્સ અનુસાર અમદાવાદ ભારતમાં સૌથી વધુ પોસાય તેવું શહેર છે. તારણો સમાન માસિક હપ્તાના ગુણોત્તર અને સરેરાશ ઘરની આવક પર આધારિત હતા.

વધુ વાંચો : અમદાવાદ ભારતમાં સૌથી વધુ પોસાય તેવું શહેર,જાણો ક્યા શહેરની કેટલી છે રેન્કિંગ? 

હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ

દેશમાં પાછલા 11 દિવસથી વરસાદે બ્રેક મારી છે, તેથી દેશના ઘણા ભાગોમાં દુષ્કાળ જેવી સ્થિતિ ઉભી થઇ છે, પરંતુ હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. જ્યારે ચોમાસાનો વિરામ હોય છે, ત્યારે વાદળો પર્વતો પર એકઠા થાય છે અને આ કારણે સૌથી વધુ વરસાદ પડે છે.

વધુ વાંચો : હિમાચલ-ઉત્તરાખંડમાં વરસાદે જનજીવનને કરી નાંખ્યું વેરવિખેર; 71 લોકોના મોત- ₹8000 કરોડનું નુકશાન

પ્રજ્ઞેશ પટેલની જામીન અરજીનો ચૂકાદો અનામત

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી પ્રજ્ઞેશ પટેલની મેડિકલ જામીન અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પ્રગ્નેશ પટેલને કેન્સરની બીમારી હોવાથી આ અરજી દાખલ કરી છે. જ્યારે સરકાર તરફથી આ અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો. પ્રજ્ઞેશ પટેલના મેડિકલ ગ્રાઉન્ડ પરની જામીન અરજીની સુનાવણીમાં ગ્રામ્ય કોર્ટમાં પ્રજ્ઞેશ પટેલના વકિલ અને સરકારી વકિલ વચ્ચે દલિલો થઈ હતી.

વધુ વાંચો : પ્રજ્ઞેશ પટેલની જામીન અરજીનો ચૂકાદો અનામત, જાણો મેડિકલ જામીન અરજી પર શું દલીલો થઈ ?

Back to top button