અમદાવાદગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

ભાજપની બીજી યાદી જાહેર,ગુજરાતમાં સાતમાંથી બે ઉમેદવારોને રીપિટ કર્યા, પાંચનુ પત્તુ કપાયું

Text To Speech

અમદાવાદ, 13 માર્ચ 2024, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે ભાજપે આજે બીજી યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના પાંચ ઉમેદવારો જાહેર થયાં છે. જેમાં વડોદરાથી રંજનબેન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યાં છે. ભાવનગરથી ભારતીબેન શિયાળની ટીકિટ કપાઈ છે અને નિમુબેન બાંભણિયાને ટીકિટ આપવામાં આવી છે. તે ઉપરાંત અમદાવાદ પૂર્વ બેઠક પર હસમુખ પટેલને રિપીટ કરવામાં આવ્યાં છે. સુરતથી દર્શનાબેન જરદોશનું પત્તુ કપાયું છે અને તેમના સ્થાને મુકેશ દલાલને ટીકિટ આપવામાં આવી છે. છોટાઉદેપુરમાં ગીતાબેન રાઠવાના સ્થાને હવે જશુભાઈ રાઠવાને ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. જ્યારે વલસાડથી કે.સી. પટેલની જગ્યાએ ધવલ પટેલને ટીકિટ આપવામાં આવી છે. સાબરકાંઠાથી દિપસિંહ રાઠોડનું પત્તુ કપાયું છે અને ભીખાજી ઠાકોરને ટીકિટ આપવામાં આવી છે.

ભાજપે અત્યાર સુધીમાં કુલ 22 ઉમેદવારોની જાહેરાત કરી
ભાજપે અત્યાર સુધીમાં કુલ 22 ઉમેદવારોની જાહેરાત કરી છે. પહેલી યાદીમાં બનાસકાંઠા સીટ પરથી પરબતભાઈ પટેલનું પત્તુ કપાયું છે અને તેમની જગ્યાએ ડૉ. રેખાબેન ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે અમદાવાદ પશ્ચિમ પર કિરીટભાઈ સોલંકીના સ્થાને દિનેશભાઈ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે. રાજકોટમાં મોહન કુંડારિયાનું પત્તુ કપાયું છે અને પુરૂષોત્તમ રૂપાલાને ટિકિટ અપાઈ છે. પોરબંદરથી રમેશ ધડૂકની ટિકિટ કાપીને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ટિકિટ અપાઈ છે. પંચમહાલમાં રતનસિંહ રાઠોડના સ્થાને રાજપાલ જાદવને ટિકિટ મળી છે. બાકીની બેઠકો પર ઉમેદવારોને રીપિટ કરવામાં આવ્યા છે.

કોંગ્રેસે ફરીવાર ઉમેદવારોને ફોન કરીને તૈયારી કરવા કહ્યું
કોંગ્રેસે સાત ઉમેદવારો જાહેર કરી દીધા છે. જ્યારે ભાજપે 22 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગરથી ચૂંટણી લડશે. ત્યારે હવે ફરીવાર કોંગ્રેસ દ્વારા વધુ ઉમેદવારોને તૈયારી શરૂ કરી દેવા માટે ફોન કરવામા આવ્યાં છે. જેમાં જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા જે.પી. મારવિયાને ફોન કરીને ચૂંટણી લડવા તૈયારીઓ શરૂ કરી દેવાની સૂચના આપવામાં આવી છે.જે.પી.મારવિયા હાલ જિલ્લા પંચાયતનાં વિપક્ષના નેતા છે તેઓ જિલ્લા પંચાયતની કાલાવડની સીટ જીત્યા હતા હવે તેઓ ભાજપના પૂનમબેન માડમ સામે મેદાનમાં ઉતરશે.

આ પણ વાંચોઃબીજી યાદી બાદ કોંગ્રેસે કેટલાક ઉમેદવારોને ફોન કર્યો, ચૂંટણી લડવાની તૈયારી શરૂ કરો

Back to top button