ટોપ ન્યૂઝનેશનલ

રાજસ્થાન ચૂંટણી માટે ભાજપે જાહેર કરી 40 સ્ટાર પ્રચારકોની યાદી, જાણો કોનો થાય છે સમાવેશ

Text To Speech

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પીએમ નરેન્દ્ર મોદીનું નામ પહેલા નંબર પર છે અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા બીજા નંબર પર છે. જ્યારે ટોપ-10માં હિન્દુત્વની છબી ધરાવતા બે રાજ્યોના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને હિમંતા બિસ્વા સરમાને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેને 24મા નંબર પર રાખવામાં આવ્યા છે.

Vasundhara Raje

ભાજપનું 40 સ્ટાર પ્રચારક

1. નરેન્દ્ર મોદી
2. જગત પ્રકાશ નડ્ડા
3. રાજનાથ સિંહ
4. અમિત શાહ
5. નીતિન ગડકરી
6. યોગી આદિત્યનાથ
7. શિવરાજ સિંહ ચૌહાણ
8. હિમંતા બિસ્વા સરમા
9. પિયુષ ગોયલ
10. પ્રહલાદ જોષી
11. ધર્મેન્દ્ર પ્રધાન
12. સ્મૃતિ ઈરાની
13. ગજેન્દ્ર સિંહ શેખાવત
14. ભૂપેન્દ્ર યાદવ
15. અનુરાગ ઠાકુર
16. અર્જુન રામ મેઘવાલ
17. પરશોત્તમ રૂપાલા
18. અર્જુન મુંડા
19. કૈલાશ ચૌધરી
20. કૃષ્ણપાલ ગુર્જર
21. ડૉ. સંજીવ કુમાર બાલ્યાન
22. અરુણ સિંહ
23. સીપી જોશી
24. વસુંધરા રાજે
25. રાજેન્દ્ર રાઠોડ
26. સતીશ પુનિયા
27. ઓમ પ્રકાશ માથુર
28. કેશવ પ્રસાદ મૌર્ય
29. નીતિન પટેલ
30. કુલદીપ બિશ્નોઈ
31. ચંદ્રશેખર
32. અલકા ગુજર
33. ડૉ. કિરોરી લાલ મીના
34. મનોજ તિવારી
35. ઘનશ્યામ તિવારી
36. રાજેન્દ્ર ગેહલોત
37. અરુણ ચતુર્વેદી
38. કનકમલ કટારા
39. પીપી ચૌધરી
40. રંજીતા કોલી

રૂપાલા, ઈરાની અને નીતિન પટેલ પણ યાદીમાં સામેલ

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કરેલા સ્ટાર પ્રચારકોમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ સિવાય ગુજરાતના ત્રણ મોટા નેતાના નામ જાહેર થયા છે. જેમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, હાલના કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો સમાવેશ થાય છે.

ભાજપે 182 ઉમેદવારો જાહેર કર્યા

ઉલ્લેખનીય છે કે, ભાજપે રાજસ્થાનમાં 200માંથી 182 સીટો માટે ઉમેદવારો જાહેર કર્યા છે. ગુરુવારે પાર્ટીએ ત્રીજી યાદીમાં 58 નામોની જાહેરાત કરી હતી. અગાઉ 21 ઓક્ટોબરે ભાજપે 83 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. જેમાં વસુંધરા રાજે સહિત તેમના 14 સમર્થકોને પણ ટિકિટ આપવામાં આવી છે. જ્યારે પ્રથમ યાદીમાં ભાજપે સાત સાંસદો સહિત 41 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. ત્રણેય યાદીને જોડીને ભાજપે 182 ઉમેદવારો જાહેર કર્યા છે.

Back to top button