ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભાજપે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ માટે નિરીક્ષકોનાં નામ જાહેર કર્યાં

  • ભારતીય જનતા પાર્ટીએ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ માટે પાર્ટી નિરીક્ષકોના નામની જાહેરાત કરી છે. ત્રણેય રાજ્યો માટે ત્રણ-ત્રણ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે

દિલ્હી, 08 ડિસેમ્બર: મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાસસભાની ચૂંટણીમાં બહુમતીથી જીત બાદ ભારતીય જનતા પાર્ટીએ આજે ત્રણેય રાજ્યના ​​નિરીક્ષકોના નામની જાહેરાત કરી છે. પાર્ટીએ રાજસ્થાન માટે રાજનાથ સિંહ, વિનોદ તાવડે અને સરોજ પાંડેને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. જ્યારે મધ્યપ્રદેશ માટે મનોહર લાલ ખટ્ટર, કે લક્ષ્મી અને આશા લાખેરાને નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. છત્તીસગઢ માટે પાર્ટીએ સર્બાનંદ સોનવાલ અને અર્જુન મુંડાને નિરીક્ષકો તરીકે નિયુક્ત કર્યા છે.

 

ધારાસભ્ય પક્ષના નેતાની પસંદગી કરવાની જવાબદારી

પાર્ટીમાં લાંબા મંથન બાદ હજુ પણ ત્રણેય રાજ્યમાં સીએમનું નામ જાહેર કરવામાં આવ્યું નથી ત્યારે હવે પાર્ટીએ ત્રણેય રાજ્ય માટે નિરીક્ષકોને નિયુક્ત કર્યા છે. જેના કારણે હવે ધીરે ધીરે સીએમનું નામ સામે આવશે. હાલમાં પાર્ટીએ ત્રણ રાજ્યો માટે નિરીક્ષકોના નામ નક્કી કર્યા છે. આ નિરીક્ષકો વિધાયક દળની બેઠક દરમિયાન હાજર રહેશે અને કેન્દ્રીય નેતૃત્વને તેમના નિર્ણયો વિશે પણ માહિતગાર કરશે. ધારાસભ્ય દળની બેઠકમાં જ મુખ્યમંત્રીનું નામ નક્કી થાય છે. આ નિરીક્ષકોની જવાબદારી ધારાસભ્ય પક્ષના નેતાની પસંદગી કરવાની રહેશે.

બપોર સુધીના તમામ મુખ્ય સમાચાર જાણો ફટાફટ, HD Newsના ટૉપ-10માં (જૂઓ વીડિયો અહીં)

 

ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી ચહેરાની જાહેરાત કયા આધારે કરવામાં આવશે?

ગુરુવારે (7 ડિસેમ્બર 2023), પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે, ‘ત્રણ રાજ્યોના નિરીક્ષકો નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકો માટે સંબંધિત રાજ્યોનો પ્રવાસ કરશે, જ્યાં ભાવિ મુખ્યમંત્રીઓના નામની જાહેરાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીની પસંદગી અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને પાર્ટી ત્રણેય મુખ્યમંત્રીઓની પસંદગીમાં સામાજિક, પ્રાદેશિક, શાસન અને સંગઠનાત્મક હિતોને ધ્યાનમાં રાખશે.

પાંચ રાજ્યોની તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપનો વિજય થયો હતો. પાર્ટીએ આ ચૂંટણીઓમાં મુખ્યમંત્રીપદના ચહેરાની જાહેરાત કરી ન હતી.

આ પણ વાંંચો: રાજીનામાં આપનાર ભાજપના સાંસદોને સરકારી ઘર ખાલી કરવાની નોટિસ

Back to top button