ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

UP પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવારો જાહેર, ડિમ્પલ યાદવ સામે રઘુરાજ શાક્ય મેદાને

Text To Speech

ભાજપે ઉત્તર પ્રદેશની મૈનપુરી,રામપુર અને ખતૌલી બેઠકો માટે તેના ઉમેદવારના નામની જાહેરાત કરી છે. ભાજપે રઘુરાજ સિંહ શાક્યને મૈનપુરી પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ બેઠકો પર કેન્દ્રીય ચૂંટણી સમિતિ તરફથી અંતિમ મહોર મળ્યા બાદ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી.

Raghuraj singh shakya vs Dimple Yadav
Dimple Yadav V/S Raghuraj singh Shakya

ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ યુપી પેટાચૂંટણી માટે ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. ભાજપે મૈનપુરી પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અને અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ સામે રઘુરાજ શાક્યને ટિકિટ આપી છે. મૈનપુરીમાં પહેલાથી જ એવી અટકળો ચાલી રહી હતી કે ભાજપ શાક્ય સમાજના ઉમેદવારને ટિકિટ આપશે.

રામપુર અને ખતૌલીમાંથી કોને ટિકિટ ?

આ સિવાય ભાજપે રામપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. આઝમ ખાનના આ ગઢમાં પાર્ટીએ આકાશ સક્સેનાને પોતાનો ઉમેદવાર બનાવ્યા છે. આકાશ સક્સેના રામપુરમાં આઝમ ખાનના કટ્ટર વિરોધી માનવામાં આવે છે. જોકે અગાઉ પણ આકાશ સક્સેનાને ઉમેદવાર બનાવવાની ચર્ચા હતી.

BJP
BJP

મુઝફ્ફરનગરની ખતૌલી વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપે રાજકુમારી સૈનીને ટિકિટ આપી છે, રાજકુમારી સૈની વિક્રમ સિંહ સૈનીની પત્ની છે. જ્યારે RLDએ આ સીટ પર સપા ગઠબંધનમાંથી મદન ભૈયાને ઉમેદવાર બનાવ્યા છે. મૈનપુરી અને ખતૌલી સીટ માટે નોમિનેશન 17 નવેમ્બર સુધી ચાલશે. જ્યારે રામપુર સીટ માટે નોમિનેશન 18 નવેમ્બર સુધી ચાલશે. આ બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થશે અને 8મી ડિસેમ્બરે મતગણતરી થશે.

જણાવી દઈએ કે મુલાયમ સિંહ યાદવના નિધન બાદ મૈનપુરીમાં ચૂંટણી થઈ રહી છે. જ્યારે રામપુરથી આઝમ ખાન અને ખતૌલીથી ભાજપના ધારાસભ્ય રહેલા વિક્રમ સિંહ સૈનીની સદસ્યતા રદ થયા બાદ પેટાચૂંટણી યોજાઈ રહી છે.

Back to top button