UPની પેટાચૂંટણી માટે ભાજપે જાહેર કરી ઉમેદવારોની યાદી, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ
- ભાજપે પેટાચૂંટણી માટે સાત ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે
લખનઉ, 24 ઓગસ્ટ: ઉત્તર પ્રદેશની પેટાચૂંટણી માટે ભાજપે આજે ગુરુવારે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપે સાત ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપની યાદી મુજબ, કુંડરકીથી રામવીર સિંહ ઠાકુરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. સંજીવ શર્માને ગાઝિયાબાદ સદરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે સુરેન્દ્ર દિલેર ખેરથી ચૂંટણી લડશે. ગાઝિયાબાદ અને ખેરમાં ભાજપ ખૂબ જ મજબૂત માનવામાં આવે છે. દીપક પટેલને ફુલપુરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા.
સપા પ્રમુખ અખિલેશ યાદવના રાજીનામાના કારણે ખાલી પડેલી કરહાલ સીટ પરથી અનુજેશ યાદવને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સપાએ અહીં પૂર્વ સાંસદ તેજ પ્રતાપ યાદવને ટિકિટ આપી છે.
ભાજપના ઉમેદવારોની યાદી
- કુંડરકી- રામવીર સિંહ ઠાકુર
- ગાઝિયાબાદ- સંજીવ શર્મા
- ખેર-સુરેન્દ્ર દિલેર
- કરહલ- અનુજેશ યાદવ
- ફુલપુર- દિપક પટેલ
- કટેહરી- ધર્મરાજ નિષાદ
- મઝવાં- સુચિસ્મિતા મૌર્યા
નોમિનેશનની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર
ચૂંટણીપંચે મિલ્કીપુર (અયોધ્યા) સિવાયની નવ બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત કરી છે. નામાંકન ભરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર છે. સપાએ કરહલ, સિસામઉ, ફુલપુર, મિલ્કીપુર, કટેહરી, મઝવાં અને મીરાપુરથી પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ત્રણ મોટા પક્ષો સપા, બસપા અને ભાજપ પેટાચૂંટણી લડી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ સપાને સમર્થન આપી રહી છે. CM યોગી છેલ્લા કેટલાક મહિનાઓથી સતત આ મતવિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે.
2022માં કોણ જીત્યું હતું?
2022ની વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ સિસામઉ, કટેહરી, કરહલ, મિલ્કીપુર અને કુંડરકી પર કબજો કર્યો હતો, જ્યારે ભાજપે ફુલપુર, ગાઝિયાબાદ અને ખેર જીતી હતી. મીરાપુર સીટ આરએલડી પાસે હતી જ્યારે મઝવાં સીટ નિષાદ પાર્ટીએ જીતી હતી. જેમાંથી ત્યાંના ધારાસભ્યો લોકસભામાં સાંસદ તરીકે ચૂંટાયા બાદ આઠ બેઠકો ખાલી પડી છે, જ્યારે ફોજદારી કેસમાં સજા પામેલા સપાના ધારાસભ્ય ઈરફાન સોલંકીને ગેરલાયક ઠેરવવાને કારણે સિસામઉ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે.
આ પણ જૂઓ: આદિત્ય ઠાકરે વરલીથી ચૂંટણી લડશે, શિવસેના UBTએ 65 ઉમેદવારોની જાહેરાત કરી