અમદાવાદગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

ભાજપે વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યા, અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાને ટીકિટ આપી

Text To Speech

અમદાવાદ, 26 માર્ચ 2024, ગુજરાતમાં ભાજપે વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યાં છે. જેમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેનારા ચારેય ધારાસભ્યોને ટીકિટ આપવામાં આવી છે. તે ઉપરાંત વડોદરાની વાઘોડિયા બેઠક પર અપક્ષ તરીકે જીતનાર ઉમેદવારને પણ ભાજપે ટીકિટ આપી છે.ગુજરાતમાં ધારાસભ્ય પદ છોડીને ભાજપમાં આવેલા તમામને ટિકિટ અપાઇ છે. વીજાપુરથી સી.જે.ચાવડા, ખંભાતથી ચિરાગ પટેલ, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, માણાવદરથી અરવિંદ લાડાણી અને વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી છે.

મોઢવાડિયાએ ભાજપના બાબુ બોખિરિયાને હરાવ્યા હતા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનો જન્મ 17 ફેબ્રુઆરી 1957ના રોજ પોરબંદરના મોઢવાડા ગામે થયો હતો. અર્જુન મોઢવાડિયા વર્ષ 2002થી 2012 સુધી પોરબંદરના ધારાસભ્ય રહી ચૂક્યા છે. 2002 અને 2007ની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ 2012 અને 2017 એમ સતત બે ટર્મથી તેઓ ચૂંટણી હારી ગયા હતા. જોકે 2022માં તેમણે ભાજપના બાબુ બોખીરિયાને પરાજય આપી ધારાસભ્ય બન્યા હતા.

શિસ્તબદ્ધ ભાજપમાં કોંગ્રેસ જેવો કકળાટ શરૂ
ગુજરાતમાં ભાજપ ભલે 26માંથી 26 બેઠકો 5 લાખની લીડથી જીતવા માટેના દાવા કરી રહ્યું હોય પણ અંદરો અંદરનો કકળાટ ઓછો થી રહ્યો નથી. દર ચૂંટણીમાં કોંગ્રેસમાં થતો કકળાટ હાલમાં ભાજપમાં જોવા મળી રહ્યો છે. ભાજપે 2 લોકસભાની સીટના ઉમેદવારો બદલી દેવાનો પ્રયોગ કરવો પડ્યો છે. આમ છતાં હજુ પણ મોદી સરકારના 2 મંત્રી અને સાબરકાંઠાના ઉમેદવાર સામે વિરોધનો વંટોળ ઓછો થયો નથી. ગુજરાતમાં બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી, વલસાડમાં ધવલ પટેલ, આણંદમાં મિતેશ પટેલ, વડોદરામાં રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરના નામનો કકળાટ શરૂ થયો હતો.

 

આ પણ વાંચોઃઅકાલી દળ સાથે બીજેપીની વાત ન બની, પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડશે ભાજપ

Back to top button