આજે દેશના વધુ ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. નું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને તેના એક્ઝિટ પોલ શરૂ થઈ ગયા છે. એક્ઝિટ પોલ મુજબ ત્રિપુરામાં ભાજપા ગઠબંધન સરકાર ફરી સત્તામાં આવી શકે છે. જ્યારે કે મેઘાલયમાં NPP પક્ષ બહુમતી તરફ જોવા મળી રહ્યો છે. નાગાલેન્ડમાં પણ ભાજપ ગઠબંધનને બહુમતી મળી શકે છે.
એક્ઝિટ પોલ મુજબ કોને ? કેટલી બેઠક મળી શકે ?
ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ ત્રિપુરામાં ભાજપા ગઠબંધન સરકાર ફરી સત્તામાં આવી શકે છે. ભાજપને 36થી 45, લેફ્ટ પાર્ટિયોને 6થી 11 અને ટીએમસીને 9થી 16 બેઠકો મળવાનું અનુમાન છે. પ્રથમવાર ચૂંટણી લડેલી તિપરા મોથા પાર્ટીને લગભગ 20 ટકા મતો મળવાનું અનુમાન છે. ભાજપને 45 ટકા મતો મળી શકે છે. ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ મેઘાલયમાં NPPને 18થી 25, ભાજપને 4થી 8, કોંગ્રેસને 6થી 12 બેઠકો મળવાનો અંદાજ લગાવાયો છે. જ્યારે કે ઝી ન્યૂઝ-મેટ્રાઈસના એક્ઝિટ પોલ મુજબ કોઈને સ્પષ્ટ બહુમતી નથી મળતી. એટલે કે ભાજપને 6થી 11, NPPને 2થી 21, TMCને 8થી 13, કોંગ્રેસને 3થી 6 બેઠકો, અપક્ષને 10થી 19 બેઠકો મળવાનું અનુમાન છે. નાગાલેન્ડમાં ભાજપ ગઠબંધનને 35થી 43, NPFને 2થી 5, NPPને 0થી 1, કોંગ્રેસને 1થી 3 અને અપક્ષોને 6થી 11 બેઠકો મળવાનું અનુમાન છે.
ક્યારે ચૂંટણીનું પરિણામ ?
ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સમાપ્ત થઈ ગઈ છે. ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સિલ થઈ ગયું છે. ત્યારે મેઘાલયમાં અને નાગાલેન્ડમાં 2 માર્ચે પરિણામ આવશે.
ક્યાં રાજ્યમાં કેટલી બેઠક ઉપર કેટલા ઉમેદવાર હતા ?
નાગાલેન્ડના 16 જિલ્લાની 60 વિધાનસભા બેઠકોમાંથી 59 બેઠકો માટે આજે મતદાન યોજાયું હતું. રાજ્યમાં કુલ 13 લાખ મતદારો છે. 59 બેઠકો માટે 2,315 મતદાન મથકો પર મતદાન થયું હતું. 183 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 4 મહિલા અને 19 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. મેઘાલયના 12 જિલ્લાની 60 વિધાનસભા બેઠકોમાંથી 59 બેઠકો પર આજે મતદાન થયું. અહીં 3419 મતદાન મથકોએ મતદાન થયું. રાજ્યમાં કુલ 30 લાખ મતદારો છે. 339 પુરૂષો અને 36 મહિલાઓ સહિત 375 ઉમેદવારો મેદાનમાં છે.