ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બિહારના રાજકારણમાં હડકંપ, ભાજપે તેજસ્વી યાદવ પર લગાવ્યો ચોરીનો આરોપ

Text To Speech

પટના, તા.7 ઓક્ટોબરઃ બિહારના રાજકારણમાં હડકંપ મચી ગયો છે. ભાજપે આરજેડી નેતા તેજસ્વી યાદવ ચોરીનો આરોપ લગાવતાં બિહારનું રાજકારણ ગરમાયું છે. બિહારના પૂર્વ ઉપ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ પર સરકારી આવાસ ખાલી કરતી વખતે ત્યાંથી પાણીની નળ, એસી અને સોફા જેવી ચીજો તેમની સાથે લઈ જવાનો આરોપ લાગ્યો છે.

કોણે લગાવ્યો આરોપ

તેજસ્વી યાદવ પર આ આરોપ બિહારના વર્તમાન ઉપ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના અંગત સચિવ શત્રુધન કુમારે લગાવ્યો છે. તેણે દાવો કર્યો કે સરકારી બંગલામાંથી એક સોફો, કુંડા અને એસી ગાયબ છે. આરોપો બાદ બિહારના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે.

બિહાર ભાજપના મીડિયા પ્રભારી દાનિશ ઈકબાલે પણ તેજસ્વી સામે આવો જ આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, અમે આરોપ નથી લગાવતાં પણ કેમેરા પર પુરાવા બતાવી રહ્યા છીએ. તેજસ્વી યાદવે તેનો જવાબ આપવો જોઈએ. તેજસ્વી યાદવે રવિવારે સરકારી આવાસ ખાલી કર્યુ હતું, જે ભાજપ નેતા સમ્રાટ ચૌધરીને ફાળવવામાં આવ્યું હતું.

ભાજપ તેજસ્વી ફોબિયાથી પીડાય છેઃ આરજેડી

ભાજપના આરોપને લઈ આરજેડીએ હલકી રાજનીતિ કરવાનો આરપ લગાવ્યો છે. આરજેડી પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ કહ્યું, તેજસ્વીએ તેને ઉપ મુખ્યમંત્રી તરીકે ફાળવવામાં આવેલો બંગલો ખાલી કરી દીધો છે. ભાજપ હલકી રાજનીતિ કરી રહ્યું છે. ભાજપ તેજસ્વી ફોબિયાથી પીડાય છે. ઉલ્લેખનીય છે કે 2022માં નીતીશ કુમારે એનડીએ સાથે છેડો ફાડીને મહાગઠબંધન સાથે મળીને સરકાર બનાવી હતી ત્યારે તેજસ્વીને ડેપ્યુટી સીએમ પદ મળ્યું હતું. પરંતુ નીતશ કુમારે ફરી એક વખત પાટલી બદલતાં તેની પાસેથી પદ અને બંગલો બંને છીનવાઈ ગયું હતું.

આ પણ વાંચોઃ લેન્ડ ફોર જોબ કેસઃ લાલુ પ્રસાદ યાદવ પરિવારને કોર્ટે આપી રાહત

Back to top button