ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

છત્તીસગઢમાં ખેલ બદલાયો, ભાજપ 51 સીટો પર બહુમત તરફ

Text To Speech

રાયપુર, 03 ડિસેમ્બર: છત્તીસગઢમાં મતગણતરીના ચાર કલાક બાદ ભાજપ 52 બેઠકથી બહુમત તરફ આગળ છે. જો કે, પ્રારંભિક વલણોમાં કોંગ્રેસ આગળ દેખાઈ રહી હતી. બંને પક્ષો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. હાલમાં કોંગ્રેસ 37 સીટથી આગળ છે. ચોથા તબક્કાના મતદાન બાદ ભાજપ સત્તામાં વાપસી કરે તેવું લાગી રહ્યું છે. જ્યારે ડેપ્યુટી સીએમ ટીએસ સિંહદેવ, વિધાનસભા અધ્યક્ષ ચરણદાસ મહંત અને 7 મંત્રીઓ પાછળ છે. જો કે, સીએમ ભૂપેશ બઘેલ ફરી એકવાર આગળ વધી ગયા છે.

રાજ્યમાં પોસ્ટલ બેલેટની મતગણતરી શરૂ થયા બાદ શરૂઆતી ઝુકાવ કોંગ્રેસ તરફ હતો, પરંતુ પછી સ્થિતિ બદલાવા લાગી. પ્રથમ રાઉન્ડ બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત મુકાબલો જોવા મળ્યો હતો, પરંતુ ત્યારબાદ મુખ્યમંત્રી સહિત અનેક મંત્રીઓ એક પછી એક પાછળ રહ્યા હતા. હાલમાં કોંગ્રેસ ઘણી પાછળ હોય તેવું લાગી રહ્યું છે. જો કે પ્રારંભિક વલણ દરમિયાન કોંગ્રેસે રાજ્યમાં ફરી સત્તામાં આવવાનો દાવો કર્યો છે.

ભાજપ સરકાર બનાવશે: પૂર્વ CM રમણ સિંહ

છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપની આગેવાની હોવાથી પાર્ટીના નેતા અને છત્તીસગઢના ભૂતપૂર્વ સીએમ રમણ સિંહનું કહેવુ છે કે, ટ્રેન્ડ્સમાં ભાજપને સ્પષ્ટ સમર્થન છે. લોકોનો જુસ્સો મતદાનમાં પ્રતિબિંબિત થયો છે. ભાજપ સરકાર બનાવશે. ત્રણેય રાજ્યોમાં સંપૂર્ણ બહુમતી સાથે ભાજપ સત્તામાં આવશે.

આ પણ વાંચો: છત્તીસગઢમાં આજે મતગણતરીઃ પ્રજા શું પસંદ કરશે, પંજો કે કમળ?

Back to top button