અમદાવાદગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતના 15 ઉમેદવારો જાહેર કર્યા, જાણો કોણ કપાયું

Text To Speech

અમદાવાદ, 2 માર્ચ 2024, દેશમાં લોકસભાની ચૂંટણીની જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજે ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં ભાજપે છેલ્લી બે ટર્મથી 26 બેઠકો પર જીત મેળવી છે. ત્યારે હવે દરેક બેઠક પાંચ લાખ મતોની લીડથી હેટ્રીક કરવા માટે ભાજપે કમરકસી લીધી છે. આજે દિલ્હીમાં યોજાયેલી ભાજપની પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતના 15 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં છે. આ 15 ઉમેદવારોમાંથી પાંચના પત્તા કપાયાં છે.

જાણો કોનું પત્તુ કપાયું અને કોને મળી ટિકિટ
ગુજરાતના જાહેર થયેલા 15 ઉમેદવારોમાં બનાસકાંઠા સીટ પરથી પરબતભાઈ પટેલનું પત્તુ કપાયું છે અને તેમની જગ્યાએ ડૉ. રેખાબેન ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે અમદાવાદ પશ્ચિમ પર કિરીટભાઈ સોલંકીના સ્થાને દિનેશભાઈ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે. રાજકોટમાં મોહન કુંડારિયાનું પત્તુ કપાયું છે અને પુરૂષોત્તમ રૂપાલાને ટિકિટ અપાઈ છે. પોરબંદરથી રમેશ ધડૂકની ટિકિટ કાપીને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ટિકિટ અપાઈ છે. પંચમહાલમાં રતનસિંહ રાઠોડના સ્થાને રાજપાલ જાદવને ટિકિટ મળી છે. બાકીની બેઠકો પર ઉમેદવારોને રીપિટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃગુજરાતના વર્તમાન 26 સાંસદોએ પાંચ વર્ષમાં શું કામગીરી કરી, જુઓ તેમનું રીપોર્ટ કાર્ડ

Back to top button