અમેરિકામાં વસતા ગુજરાતીનો વડોદરામાં કડવો અનુભવ: બેંક, ઇન્શ્યોરન્સ અને સરકારી કચેરીઓમાં ધક્કા, સિસ્ટમ સામે આક્રોશ

Bitter experience of a Gujarati living in America in Vadodara: વડોદરામાં એક એનઆરઆઈ ગુજરાતી વ્યક્તિને ભારતની સરકારી વ્યવસ્થાનો કડવો અનુભવ થયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અમેરિકામાં છેલ્લા 28 વર્ષથી વસવાટ કરતા અને ત્યાં ભારતીય સમાજ સાથે સક્રિય રીતે જોડાયેલા અંકુર વૈદ્યે વડોદરામાં પોતાના અનુભવ વિશે ગંભીર આક્ષેપો કર્યા છે.
તેમણે જણાવ્યું કે, તેમના માતા-પિતાની ફ્લાઇટ દરમિયાન એરલાઇન દ્વારા લગેજ અંગે અગાઉથી માહિતી આપવામાં આવી નહોતી, જેના કારણે મુંબઈ એરપોર્ટ પર વધારાના રૂપિયા ચૂકવવા પડ્યા. ઉપરાંત, વ્હીલચેર પર રહેલા વૃદ્ધોને યોગ્ય સુવિધા પણ આપવામાં આવી નહોતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
વડોદરામાં તેમના સસરાના અકસ્માત બાદ હોસ્પિટલમાં સમયસર સારવાર ન મળ્યાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ બેંક, ઇન્શ્યોરન્સ અને સરકારી કચેરીઓમાં કામ કરાવવા માટે તેમને વારંવાર ધક્કા ખાવા પડ્યા.
બેંક ઓફ બરોડાની સયાજીગંજ શાખામાં 1983થી ચાલતા લોકર અંગે કોઈ સ્પષ્ટ માહિતી ન મળતા તેમણે નિરાશા વ્યક્ત કરી. જરૂરી દસ્તાવેજો આપ્યા છતાં બેંક દ્વારા પેઢીનામું માંગવામાં આવ્યું, જ્યારે અન્યત્ર તે જરૂરી ન હોવાનું કહેવામાં આવ્યું હતું.
સરકારી કચેરીમાં પેઢીનામું મેળવવા જતા કેટલાક લોકોએ પૈસા માંગ્યાનો પણ તેમણે આક્ષેપ કર્યો. ઉપરાંત, ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા પોલિસી સંબંધિત ગેરરીતિઓ અને LIC ઓફિસમાં ક્લેમ સબમિટ કરવા માટે થયેલી હેરાનગતિ અંગે પણ તેમણે અસંતોષ વ્યક્ત કર્યો.
તેમણે જણાવ્યું કે, સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ છે અને એનઆરઆઈઓને ખાસ કરીને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેઓ આ મુદ્દાઓ અમેરિકામાં ભારતીય રાજદૂત સમક્ષ રજૂ કરવાની તૈયારીમાં છે. આ ઘટનાએ ફરી એકવાર સરકારી સિસ્ટમની કાર્યક્ષમતા અને પારદર્શિતાને લઈને પ્રશ્નો ઉભા કર્યા છે.












