ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભગવાન રામના ફોટાવાળી થાળીમાં પીરસવામાં આવી બિરયાની, વીડિયો વાયરલ થતા લોકોમાં આક્રોશ

Text To Speech

નવી દિલ્હી, 23 એપ્રિલ: ઈન્ટરનેટની દુનિયામાં કોઈ પણ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવે તો તે ઝડપથી વાયરલ થઈ જાય છે. દિલ્હીના જહાંગીરપુરીનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં એક દુકાન પર ભગવાન રામના ફોટોવાળી પ્લેટમાં બિરયાની વેચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઘટના રવિવારે દિલ્હીના જહાંગીરપુરીમાં બિરયાનીની દુકાનમાં બની હતી. વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં આક્રોશ ફેલાયો છે.

વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં કાગળની પ્લેટના બંડલના દ્રશ્યો જોઈ શકાય છે, જેના પર ભગવાન રામની તસવીરો છે. વીડિયો સામે આવ્યા બાદ બિરયાનીની દુકાન પાસે લોકોની ભીડ જામી હતી, તેમજ દુકાન માલિકને લોકોએ ખરી-ખોટી સંભળાવી હતી. વિવાદ સર્જાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે આવીને દુકાનમાલિક સાથે પૂછપરછ કરીને તેની ધરપકડ કરી હતી.

દુકાનદારે આખરે માફી માંગી

માહિતી મળતાની સાથે જ સ્થાનિક લોકો અને બજરંગ દળના સભ્યોએ દુકાન માલિક દ્વારા તે પ્લેટોમાં બિરયાની વેચવા સામે વાંધો ઉઠાવ્યો હતો. બીજી તરફ, દુકાનદારે કહ્યું છે કે તેણે આ જાણી જોઈને નથી કર્યું. દુકાનદારે માફી માંગી છે અને કહ્યું છે કે તે નથી ઈચ્છતો કે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચે.  દુકાનદારે જણાવ્યું કે જે વ્યક્તિ પાસેથી પ્લેટો ખરીદવામાં આવી છે તે હિન્દુ છે. અને આખા પેકેટમાં ભગવાનની તસવીરવાળી માત્ર 3 પ્લેટ હતી. તેથી અમને કઈ ખબર ના પડી. તેણે ચોખવટ કરતા જણાવ્યું કે, અમે ડિસ્પોઝેબલ પ્લેટમાં બિરયાની પીરસતા નથી. અમે તેને સ્ટીલની પ્લેટમાં પીરસીએ છીએ. જે લોકોને બિરયાની પેક જોઈએ તેને અમે ડિસ્પોઝેબલ પ્લેટ આપીએ છીએ.

આ પણ વાંચો: કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો, PM મોદીએ વિપક્ષ પર કર્યો પ્રહાર

Back to top button