મનોરંજન

Birthday Special : શાહરૂખ કેવી રીતે બન્યો ‘કિંગ’ખાન ?

સુપર સ્ટાર શાહરુખ ખાનનો જન્મદિવસનું તેમના ચાહકોમાં અલગ જ સ્થાન હોઈ છે. આ દિવસની અલગ રીતે જ ઉજવણી થતી હોઈ છે. કિંગખાનના જન્મદિવસે તેની એક ઝલક જોવા ચાહકો આગલી રાતથી જ તેમના ઘર મન્નતની બહાર આતુરતાથી રાહ જોતા હોઈ છે. તેઓ ફિલ્મી પડદા પર જ નહિ પરંતુ અસલ જીવનમાં પણ બાદશાહ જેવું જીવન જીવે છે. શાહરુખ ખાનનું 200 કરોડનું મન્નત કોઈ મહેલથી ઓછુ નથી.

4 વર્ષ લાગ્યા હતા મન્નતને સજાવતા
વર્ષ 2001માં શાહરૂખ ખાનએ બાઈ ખોરશેદ ભાનુ સંજના ટ્રસ્ટ પાસેથી લીઝ પર ખરીદ્યું હતું. આ પછી જ તેને મન્નત નામ આપ્યું હતું. શાહરુખ ખાનએ તેના ગીત મેં કોઈ ઐસા ગીત ગાઉ.. તેમાં મન્નતમાં શુટિંગ કર્યું હતું અને ત્યારથી તેને આ ઘર લેવું તેમનું સપનું બની ગયું હતું. જે તેણે 2001માં પૂરું કર્યું. આ ઘરને સજાવવા માટે તેની પત્ની ગૌરી ખાનને 4 વર્ષ લાગ્યા હતા. તમને જણાવી દઈએ ગુગલમાં જે મન્નતના ફોટોઝ છે તે સાચા નથી હકીકતમાં મન્નતની અંદરના ફોટો આજ સુધી ઈન્ટરનેટ પણ ક્યાય નથી.

આદિત્ય ચોપરાએ આપી આ ભેટ
જેટલો પ્રેમ તેમને ચાહકો આપે છે એટલો જ પ્રેમ તેમની ફિલ્મોને પણ આપવામાં આવે છે. તેમની એક સુપરહિટ ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે સિનેમામાં પરત ફરી રહી છે.આદિત્ય ચોપરાએ શાહરુખ ખાનના સન્માન 2 નવેમ્બેરે પોતાની આ પ્રથમ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનીંગ દેશના તમામ શહેરના સિનેમા ઘરમાં કરવાનું નક્કી કર્યું છે. આ વાતની જાણ યશ રાજ ફિલ્મના સોશ્યલ મીડિયા હેન્ડલ પરથી આપી હતી, તમને જણાવ્યું ” આપણી મનપસંદ લવ સ્ટોરી ફરી રૂપેરી પડદા પર આવી રહી છે. 2 નવેંબરે જોવો દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફક્ત ભારતીય સિનેમા ઘરોમાં” ત્યારબાદ તેમણે સિનેમા કંપનીઓ તથા શાહરુખ ખાન અને કાજોલને ટેગ પણ કર્યા.આ પછી જ કિંગ ખાનના ચાહકોએ કમેન્ટ કરી પોતાનો પ્રેમ વરસાવ્યો હતો.આ ફિલ્મને સિનેમાના ઈતિહાસમાં સૌથી લાંબી ચાલવાવાળી ફિલ્મ છે. આ ફિલ્મને એક સાથે 10 ફિલ્મફેર મળ્યા હતા.

આ પણ વાંચો: રિતેશ-જેનેલિયાની ફિલ્મ મિસ્ટર મમી પર વિવાદ

ચાહકો કરી રહ્યા છે આ માંગ
શાહરુખ ખાન તેમની નવી ફિલ્મ પઠાણમાં દીપિકા પાદુકોણ સાથે જોવા મળશે. થોડા દિવસ પહેલા જ શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણનો લૂક સોશ્યલ મીડિયા પર ખુબ ચર્ચિત રહ્યો હતો. એમ પણ શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની જોડીને ચેન્નાઈ એક્ષપ્રેસમાં ખુબ જ પસંદ કરવામાં આવી હતી. આજે તેમના જન્મદિવસ પર ચાહકો તેમની પાસે આ ફિલ્મનું ટ્રેલર જોવા મળે તેવી માંગ કરી રહ્ય છે. છેલ્લે શાહરૂખ ખાનને ઝીરોમાં જોવા મળ્યો હતો. હવે એ જોવાનું રહ્યું કે કિંગખાન તેની આગામી ફિલ્મથી કયો નવો રેકોર્ડ સર્જશે.

Back to top button