સરદાર ઉધમસિંહની જન્મજયંતિઃ દુશ્મનને વિદેશની ધરતી પર ઠાર કરનાર
આજે ભારત માના એવા એક વીર સપૂતની જન્મજયંતી છે, જેમણે દુશ્મનને એમની ધરતી પર ઠાર કરીને જલિયાવાલા નરસંહારનો બદલો લીધો હતો. આજે શહીદ ઉધમ સિંહની જન્મતિથી છે. 26 ડિસેમ્બર 1899માં પંજાબના સંગરૂર જીલ્લાના સુનામ ગામમાં જન્મેલા ઉધમ સિંહ બાળપણમાં જ મા-પિતાની છત્રછાયા ગુમાવી ચુક્યા હતા. એમનું બાળપણનું નામ હતું શેરસિંહ હતુ. તેઓ તેમના મોટાભાઈ સાથે અનાથાશ્રમમાં મોટા થયા. અનાથાશ્રમમાં એમને નામ મળ્યું ઉધમ સિંહ. ત્યાર બાદ તેઓએ ભારતીય સમાજની એકતા માટે પોતાનું નામ બદલીને રામ મોહમ્મદ સિંહ આઝાદ રાખી દીધું હતું.
ભગત સિંહના તેઓ મિત્ર હતા અને લાહોર જેલમાં તેઓની મુલાકાત થઇ હતી. કહેવાય છે કે ઉધમ સિંહે 13 એપ્રિલ 1919નો જલિંયાવાલા નરસંહાર પોતાની નજરે જોયો હતો. તેઓએ જલિયાવાલા બાગની માટીને હાથમાં લઈને જનરલ ડાયર અને તે સમયના પંજાબના ગવર્નર Michael O’Dwyerને પાઠ ભણાવવાની પ્રતિજ્ઞા લીધી.
…અને ઉધમસિંહ લંડન પહોંચ્યા
ઉધમ સિંહ પાસપોર્ટ બનાવીને લંડન પહોંચ્યા. તેઓ 1934માં લંડન પહુચે એ પહેલા જનરલ ડાયર બીમારીને કારણે 1927 મૃત્યુ પામ્યા હતા. ત્યાર બાદ તેમનું લક્ષ્ય હતું Michael O’Dwyer. માયકલ ડાયરને પાઠ ભણાવવા માટે એમણે 6 વર્ષ રાહ જોવી પડી.
આખરે એ દિવસ આવી જ ગયો…
અંતે 1940 માં એ સમય આવી જ ગયો. ત્યારે ડાયરને ભારતીય વીર ઉધમ સિંહનો સામનો કરવો પડ્યો. જલિયાવાલા બાગ હત્યાકાંડના 21 વર્ષ બાદ 13 માર્ચ 1940માં રોયલ સેન્ટ્રલ એશિયન સોસાયટીની બેઠકમાં Michael O’Dwyer આવ્યા હતા. બેઠક પત્યા બાદ તરત દીવાલ પાછળ જ ઉધમ સિંહે Michael O’Dwyerની છાતીમાં ગોળીઓ ધરબી દીધી અને પ્રતિજ્ઞા પૂરી કરી.
હત્યા બાદ ભાગે તે વીર નહીં
Michael O’Dwyerની હત્યા બાદ ઉધમસિંહ ભાગ્યા નહીં પરંતુ તેમણે આત્મસમર્પણ કરી દીધું. આખરે 42 દિવસની ભૂખ હડાતળ બાદ બ્રિટન 31 જુલાઈ 1940ના રોજ તેમને ફાંસી આપી દેવામાં આવી. તેમના અસ્થિ ભારત લાવવામાં આવ્યા અને મ્યુઝિમમાં સાચવીને રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ કેટરિના કૈફ અને વિજય સેતુપતિની ફિલ્મ Merry Christmasનું ફસ્ટ પોસ્ટર રિલીઝ