ટોપ ન્યૂઝનેશનલ

ગુવાહાટીથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટ સાથે પક્ષી અથડાયું, એક જ દિવસમાં 3 વિમાનોનું ઈમરજન્સી લેન્ડિંગ

Text To Speech

પટના એરપોર્ટ પર મોટી વિમાન દુર્ઘટના ટળી ગયા બાદ આસામના ગુવાહાટીમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ગુવાહાટીથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ ટેકઓફ કર્યા બાદ એક પક્ષી સાથે અથડાયું હતું, ત્યારબાદ પ્લેનને તરત જ ગુવાહાટી એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું. એરલાઈન્સ કંપની ઈન્ડિગોએ આ અંગે માહિતી આપી છે. ઈન્ડિગોના અધિકારીઓના જણાવ્યા અનુસાર ફ્લાઈટ 6E 6394માં સવાર તમામ મુસાફરોને દિલ્હી જતી અન્ય ફ્લાઈટમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

ગુવાહાટી-દિલ્હી ઈન્ડિગોની ફ્લાઈટ રવિવારે ટેકઓફ કર્યા બાદ એક પક્ષી સાથે અથડાઈને ગુવાહાટી એરપોર્ટ પર પાછી ફરી હતી. જે બાદ પ્લેનમાં સવાર તમામ યાત્રીઓને દિલ્હી જતી અન્ય ફ્લાઈટમાં બેસાડવામાં આવ્યા હતા અને એરક્રાફ્ટની તપાસ પણ કરવામાં આવી હતી.

ઈન્ડિગો પ્લેન પક્ષી સાથે અથડાયું
ગુવાહાટી-દિલ્હીથી ઈન્ડિગો એરબસ A320neo (VT-ITB) ફ્લાઇટ 6E 6394 પક્ષી સાથે અથડાવવાને કારણે ટેકઓફ પછી ગુવાહાટી એરપોર્ટ પર પાછું ફર્યું હતું. એક જ દિવસમાં આ ત્રીજી ઘટના હતી જ્યારે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હોય. આ પહેલા જબલપુર અને પટનામાં પણ આવી જ ઘટના સામે આવી હતી, ત્યારબાદ વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

જબલપુરમાં સ્પીજેટનું ઈમરજન્સી લેન્ડિંગ
રવિવારે સાંજે, જબલપુર જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ 6,000 ફૂટની ઉંચાઈ પછી પણ કેબિન પ્રેશર ડિફરન્સિયલ પાછી મેળવવામાં નિષ્ફળ જતાં દિલ્હી એરપોર્ટ પર પાછી આવી. ટેકનિકલ ખામી બાદ તેને IGI એરપોર્ટ ટર્મિનલ-1 પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. તે સમયે ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર સહિત 82 મુસાફરો સવાર હતા.

પટના એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી
તો રવિવારે બપોરે પટના એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી હતી. ટેકનિકલ ખામીની માહિતી મળ્યા બાદ દિલ્હી જતું સ્પાઈસ જેટનું પ્લેન પટના એરપોર્ટ પર ટેકનિકલ ખામીની ફરિયાદ બાદ ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. પ્લેનની અંદર આગ લાગી હતી. સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. આ વિમાનમાં 185 મુસાફરો સવાર હતા.

Back to top button