ગુજરાતટ્રેન્ડિંગ

બિપોરજોય વાવાઝોડુઃ સોશિયલ મીડિયામાં ફની મેસેજની વણઝાર

Text To Speech
  • બિપરજોય વાવાઝોડાને લઇને પણ લોકોએ રમૂજ વહેતી કરી
  • ફની પિક્ચર્સ અને મેસેજની સોશિયલ મીડિયામાં ધુમ
  • કોઇ પણ આફત પર રમૂજ કરવા માટે જાણીતા ગુજરાતીઓ

કોઇ પણ ઇવેન્ટ હોય કે કોઇ પણ આફત હોય લોકો તેની પર રમુજ કરવાનુ ચુકતા નથી. બિપરજોય આમ તો ખરેખર એક વિનાશક આફત છે, પરંતુ જે વ્યક્તિઓ તેનો ભોગ બની છે, તેના સિવાય ઓછા લોકો તેને સમજી શકશે.

સોશિયલ મીડિયાના વધેલા વ્યાપ વચ્ચે લોકો તાત્કાલિક ફની મેસેજ કે ફની પિક્ચર્સ બનાવીને વાઇરલ કરતા હોય છે. બિપોરજોયને લઇને પણ આવા મેસેજ વાઇરલ થયા છે.

બિપોરજોય વાવાઝોડુઃ સોશિયલ મીડિયામાં ફની મેસેજની વણઝાર hum dekhenge news

  • આ અરબી સમુદ્ર ને ખરેખર કોઈ સારા મનોચિકિત્સક ને બતાવવાની જરૂર છે..

કોઈ પણ ઋતુ માં એ ડિપ્રેશનમાં આવી જાય છે!!

અને એના ડિપ્રેશનમાં પથારી બીજાની ફરી જાય છે..

  • વાવાઝોડું “બીપર જોય”નું ટીવીમાં સફળ કવરેજ સાંભળતાં બાળકોએ અચાનક “કિંડર જોય” માંગવાનું બંધ કર્યું હોવાનું જાણવાં મળે છે….!!

🤪🤪👍🤪🤪

  • ઓછુ વજન ધરાવતી વ્યક્તિઓને બહાર ન નીકળવા નમ્ર સુચન છે. જો બહાર નીકળો તો ખિસ્સામાં નામની ચિઠ્ઠી રાખજો જેથી તમારા સરનામે પાછા પહોંચી શકો. 🤪
  • ઘર પર સોલર પેનલ ધરાવતા લોકો સોલર પેનલની પાછળ પોતાનું નામ લખીને રાખે કેમકે બિપરજોયમાં સોલર પેનર ઉડી જાય તો પાછી મળી શકે 🤪
  • મોદીજી બચ્ચનને કહે છે, ક્યાંક તમે બિપરજોયને તો નથી કહ્યુ ને , ગુજરાત નહીં દેખા તો કુછ નહીં દેખા. 🤪

આ પણ વાંચોઃ પ્રિયંકા ચોપરાની પુત્રી માલતીની બેગ કિંમત જાણીને તમે ચોંકી જશો

Back to top button