બિપોરજોય વાવાઝોડા દરમિયાન મોબાઈલ નેટવર્ક જતું રહેશે તો શું કરશો ?
- મોબાઇલ સેવાઓ ન ચાલે તો વૈકલ્પિક ઓપરેટર પસંદ કરો
- આ સુવિધા કચ્છ, પોરબંદર, જુનાગઢ, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને મોરબીમાં ઉપલબ્ધ
- 17 જુને રાતે 11.59 સુધી આ સુવિધાનો લાભ લઇ શકાશે
બિપોરજોય વાવાઝોડાના પગલે આવનારી સંકટોનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. તેમાં એક વસ્તુ એ પણ છે કે આવા સંજોગોમાં વીજ પુરવઠો ખોરવાઇ શકે છે અને મોબાઇલ નેટવર્ક પણ જઇ શકે છે. જે મોબાઇલ ઓપરેટરની સર્વિસ વાપરી રહ્યા હોય તે જે તે સમયે ન ચાલે તો તમે શું કરશો?
બિપરજોય વાવાઝોડા સંદર્ભે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા જનહિતાર્થે સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. વાવાઝોડાની પરિસ્થિતિમાં શું કરવું અને શું ન કરવું તેની માહિતી લોકો માટે શેર કરી છે.
અન્ય ઓપરેટરનું નેટવર્ક આ રીતે વાપરી શકો છો
અન્ય ઓપરેટરનું નેટવર્ક વાપરવા માટે મોબાઈલમાં નીચે મુજબ સેટિંગ કરો. મોબાઇલ સેટિંગ્સ > સિમ કાર્ડ > મોબાઇલ નેટવર્કને મેન્યુઅલી પસંદ કરો. આ સુવિધા કચ્છ, પોરબંદર, જુનાગઢ, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને મોરબી જિલ્લામાં 17 જૂન 2023 સુધી ઉપલબ્ધ રહેશે.
શુ ચેતવણી જાહેર કરાઇ છે?
ચક્રવાત “બિપરજોય” અસરગ્રસ્ત વિસ્તારો! જો તમારી સબસ્ક્રાઈબ કરેલી ટેલિકોમ સેવાઓ કામ ના કરે તો તમે હવે કોઈપણ ટેલિકોમ ઓપરેટરની નેટવર્ક ઉપયોગ કરી શકો છો. મોબાઇલ સેટિંગ્સ > સિમ કાર્ડ > મોબાઇલ નેટવર્કને મsન્યુઅલી પસંદ કરો. આ સુવિધા 17 જુનના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.
આવતીકાલે સૌરાષ્ટ્ર-કચ્છને પાર કરશે બિપોરજોય
આવતી કાલે સાંજે આ વાવાઝોડું ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધતું જઈ સૌરાષ્ટ્ર અને કચ્છને પાર કરશે અને ગુજરાતના માંડવી તથા પાકિસ્તાનના કરાચી નજીકના જખૌ બંદરે અતિવિનાશક થઈને ત્રાટકશે. તે વખતે તેની ઝડપ પ્રતિકલાકે ૧૨૫થી ૧૩૫ કિમીથી વધીને તે ૧૫૦ કિમી સુધી થવાની શક્યતા છે. આ વાવાઝોડાથી દરિયો તો હિલ્લોળે ચઢ્યો જ છે, પરંતુ અનેક વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડ્યો છે. તંત્રના સત્તાવાર આંકડા મુજબ આજે સવારના છ વાગ્યે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૯૫ તાલુકામાં હળવાથી પાંચ ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે.
દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ તૂટી પડતાં નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર થયો હતો. દ્વારકામાં લગભગ ચાર ઇંચ, કલ્યાણપુરમાં ત્રણ ઇંચ, રાજકોટના ઉપલેટામાં પોણા ત્રણ ઇંચ, જામનગરના જામજોધપુરમાં પોણા ત્રણ ઇંચ, જૂનાગઢના મેંદરડામાં પોણા ત્રણ ઇંચ, જૂનાગઢમાં બે ઇંચથી વધુ, પોરબંદરમાં બે ઇંચ ઉપરાંત વંથલી, માંડવી, સાવરકુંડલા, ભાણવડ, જૂનાગઢ, ખાંભા, લાલપુરમાં લગભગ બે ઇંચ વરસાદ પડ્યો હતો.
આ પણ વાંચોઃ ગુજરાત સરકાર દ્વારા 1 કરોડ બાળકો માટે હેલ્થ ચેકઅપ અભિયાનનો પ્રારંભ