બિપોરજોયને પણ જોઈ લઈશું! ગુજરાતમાં SDRF, NDRFના યોદ્ધાઓ તૈયાર
રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારમાં પ્રસાશન એલર્ટ મોડ પર છે. પોરબંદર, ગીર સોમનાથ અને વલસાડમાં NDRF સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ સાથે જ વડોદરા NDRFની તમામ ટીમો સ્ટેન્ડ બાય પર છે. હેડ ક્વોટરમાં તમામ લોકોને સ્ટેન્ડ બાય રહેવાનો આદેશ આપવામાં આવ્યા છે. સાથે જ ગાંધીનગર કંટ્રોલ રુમથી પણ વાવાઝોડા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.વાવાઝોડની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારમાં પ્રસાશન એલર્ટ મોડ પર છે.
રાજ્યના તમામ દરિયા કિનારા પર 2 નંબરનું સિગન્લ લગાવવામાં આવ્યું છે. દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. સાથે જ રાજ્યમાં બે દિવસ બાદ પવનની ગતિ વધવાની સંભાવના છે. વાવાઝોડાની અસરથી જાફરાબાદ ના દરિયાઈ બંદર ઉપર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. ગઇ કાલ બપોર બાદ દરિયામાં ભારે પવન સાથે કરન્ટ જોવા મળી રહ્યો હતો 25 થી 30 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે દરિયાઈ એ જાણે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તે પ્રકારનો નજારો જોવા મળી રહ્યો છે. જેના પગલે દરિયાઈ વિસ્તારના રોહિસા વડેરા શિયાળ બેટ ધારા બંદર સહિતના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
આવામાં NDRFની તમામ ટીમો સ્ટેન્ડ બાય પર મૂકવામાં આવી છે. સાથે જ રાજ્યમાં જે વિસ્તારો પર સંભવિત અસરનો અંદાજ છે, ત્યાં સ્થાનિક તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. જિલ્લા પ્રશાસન વાવાઝોડાને લઈ સજ્જ છે.વાવાઝોડાની સંભાવનાને લઈને નવસારી જિલ્લા પ્રશાસન એલર્ટ છે. ગણદેવીના છ અને જલાલપોરના 10 મળી કુલ 16 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. વર્ગ-1ના અધિકારીઓએ ગ્રામજનો સાથે બેઠક યોજી દરિયાકાંઠે ન જવા અપીલ કરી હતી.
આ પણ વાંચો : વાવાઝોડુ વિફર્યું, હવે આખા ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ
સૌરાષ્ટ્રમાં બિપોરજોય વાવાઝોડાની સંભવિત અસરને લઇને ઓખા-બેટ દ્વારકાની ફેરી બોટ સર્વિસ બંધ કરી દેવાઇ છે. તો જૂનાગઢ ગિરનાર રોપ વે પણ બંધ કરવામા આવ્યું છે. તમામ બીચ પર સુરક્ષાને ધ્યાનમાં રાખીને બંધ કરી દેવાયા છે.નવસારીના દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રશાસન ચેતવણીરૂપે જાહેરાત કરી રહ્યાં છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રિક્ષા ફેરવીને લોકોને સચેત કરવામાં આવી રહ્યાં છે. વાવાઝોડું બિપોરજોય પોરબંદરથી 500 કિલોમીટર દુર છે. ત્યારે દરિયાકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે… રાહત બચાવના સાધનો સાથે NDRFની ટીમે દરિયાકાંઠાના વિસ્તારોમાં મોરચો સંભાળ્યો છે. હાલ પોરબંદર દરિયામાં કરંટ હોવાથી ચોપાટી અને દરિયાકાંઠે લોકોને ન જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ગુજરાત માટે આફત, વાવાઝોડાએ દિશા બદલતા હવે કચ્છમાં ત્રાટકશે
માછીમારોની બોટ સુરક્ષિત રાખવાની કામગીરી તેજ કરાઇ છે. બોર્ટ પાર્કિગની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ચિંતા વધી છે.પોરબંદરમાં નાની મોટી 5 હજાર બોટો છે. વાવાઝોડામાં બોટને ભારે નુકસાન થાય છે. સંભવિત વાવાઝોડાને લઈને તંત્રની તૈયારી સામે આવી છે. PGVCLની ટીમને તૈનાત કરાઈ છે. સેલ્ટર હોમ તૈયાર રાખવામાં આદેશ આપવામાં આવ્યા છે. જોખમી હોર્ડિંગ દૂર કરવા કામગીરી શરૂ કરાઇ છે.
આ પણ વાંચો : રાજ્યમાં વાવાઝોડાની અસર શરુ, અનેક જગ્યાએ વરસાદ પડ્યો
બિપોરજોય વાવાઝોડાને પગલે સુરત જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. જયાં સુધી વાવાઝોડું શાંત ન થાય ત્યાં સુધી તમામ રજા રદ કરાઇ છે. અધિકારી-કર્મચારીઓને હેડ કર્વાટર ન છોડવા આદેશ કર્યો છે. અરબી સમુદ્ર પર ઉદભવેલ વાવાઝોડાની સંભવિત અસરને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.
આ પણ વાંચો : પ્રિયંકા ચોપરાની દીકરી માલતીએ ભારતીય લૂકમાં જીત્યા બધાના દિલ
હાલ આ વાવાઝોડું પોરબંદરથી 870 કિ.મી દૂર દરિયામાં છે. સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં 30થી 40 કિ.મી ઝડપે પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થઇ શકે છે. મજુરા, ચોર્યાસી, ઓલપાડ તાલુકાના 42 ગામો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સુરતના ઇન્ચાર્જ કલેકટર બી.કે.વસાવાએ તબીબી કારણોસર મંજુર થયેલી રજા સિવાય અન્ય તમામ કર્મચારીઓની રજા રદ કરી ફરજ પર હાજર થવાનું ફરમાન જારી કર્યુ છે
વાવાઝોડાને લઈને કચ્છ જિલ્લા પ્રશાસન પણ એક્શન મોડમાં આવ્યા છે.SDRFની એક ટીમના 19 જવાનો સહાય અને બચાવના સાધનો સાથે તૈનાત કરી દીધી છે. સુરતના ડુમસ અને સુંવાલી બીચને બંધ કરી CISFના જવાનોનું પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. 30થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાતા અહી દરિયામાં આઠથી દસ ફુટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. પ્રસાશને 42 ગામોને એલર્ટ કરી દીધા છે.
આ પણ વાંચો : ‘બિપરજોય’ ચક્રવાત અંગે અંબાલાલની મોટી આગાહી; સાવચેતી જ સમસ્યાનો ઉકેલ