BIPORJOY: CMએ મોડી રાતે અધિકારીઓ સાથે કરી મીટીંગ, હેડક્વાટર ન છોડવા આદેશ


HD ન્યુઝ ડેસ્કઃ ગુજરાતમાં વાવાઝોડું આવે તે પહેલા cm ભુપેન્દ્ર પટેલે તૈયારીને લઈને શુક્રવારે મોડી સાંજે સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં દરિયાઈ પટ્ટીના જિલ્લાના અધિકારીઓ અને કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા અને વાવાઝોડાને લઈને વર્તમાન સ્થિતિ તેમજ કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે તે અંગેની ચર્ચા કરી હતી.

હેડક્વાટર ના છોડવા સુચનાઃ મુખ્યમંત્રીએ કોઈ પણ સંજોગોમાં હેડક્વાટર ના છોડવા સુચના આપી હતી તથા કોઈ માછીમાર દરિયો ન ખેડે તેની ખાતરી કરવા અધીકારીઓને કહ્યું હતું. ભારે પવન ફૂંકાવાની શક્યતાઓને પગલે માર્ગો પર વીજથાંભલાઓ કે ઝાડ પડી જવા અને બેનર્સ કે હોર્ડિંગ્સથી અસર પડે તો તાત્કાલિક દૂરસ્તીકાર્ય માટે ટીમો તૈયાર રહેવા માટે જણાવ્યું હતું.

ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાંઃ અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ‘બિપરજોય’ને લઈ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યનાં તમામ બંદરો પર મંગળવાર અને બુધવારથી જ ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે
આ પણ વાંચોઃ બિપરજોય વાવાઝોડાને પગલે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ