ગુજરાતટ્રેન્ડિંગ

બિપરજોયઃ ઇમરજન્સીમાં હેમ રેડિયોની ટીમો બનશે સંકટ સમયની સાંકળ

  • નખત્રાણા, નલિયા, જામનગર, મોરબી, પોરબંદર, દ્વારકા ઉપરાંત સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલરૂમ ખાતે હેમ રેડિયો સ્ટેશન કાર્યરત
  • બિપરજોયમાં જેવી કુદરતી આપદામાં સંવાદનાં અન્ય સાધનો ઠપ પડે તેવી સ્થિતિમાં હેમ રેડિયો કોમ્યુનિકેશન માટે અકસીર ઉપાય
  • વીજ પુરવઠો ખોરવાય કે સંદેશાવ્યવહાર ઠપ્પ થાય તેવા સંજોગોમા હેમ રેડિયો દ્વારા બચાવ કાર્ય શક્ય

ગુજરાતમાં અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપરજોય વાવાઝોડાને લીધે દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને કચ્છ, જામનગર, મોરબી અને પોરબંદર જિલ્લાઓમાં ૧૫૦ કિ.મી.થી વધુ ઝડપથી ભારે ૫વન તથા વરસાદની ૫રિસ્થિતિને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓ અને સ્ટેટ ઇમરજન્સી કન્ટ્રોલ રૂમ ખાતે હેમ રેડિયો સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યા છે.

બિપરજોય વાવાઝોડુઃ ઇમરજન્સી કમ્યૂનિકેશન માટે હેમ રેડિયોની ટીમો બનશે સંકટ સમયની સાંકળ hum dekhenge news

GSDMA (ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી)ના સહયોગથી ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમેચ્યોર રેડિયો (GIAR) દ્વારા હેમ રેડિયો સ્ટેશનનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. વાવાઝોડાની વધુ અસરના લીધે વીજ પુરવઠો ખોરવાઇ જતા મોબાઇલ તથા અન્ય સંદેશાવ્યવહાર ઠપ્પ થઇ જાય તેવા સંજોગોમા હેમ રેડિયો ટીમ દ્વારા HF (હાઈ ફ્રિકવન્સી) તથા VHF (વેરી હાઈ ફ્રિકવન્સી) સંદેશાવ્યવહારની ગોઠવણ કરી સ્થાનિક વહીવટીતંત્ર તથા રાહત અને બચાવ કાર્ય કરતા વિવિધ વિભાગોને જરૂરી સંદેશાવ્યવહાર પૂરો પાડી શકાય છે.

બિપરજોય વાવાઝોડુઃ ઇમરજન્સી કમ્યૂનિકેશન માટે હેમ રેડિયોની ટીમો બનશે સંકટ સમયની સાંકળ hum dekhenge news ક્યાં ક્યાં હેમ રેડિયો સ્ટેશન કાર્યરત કરાયા?

ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમેચ્યોર રેડિયો (GIAR) દ્વારા હાલમાં નખત્રાણા, નલિયા, જામનગર, મોરબી, પોરબંદર, દ્વારકા ઉપરાંત સ્ટેટ ઈમરજન્સી કંટ્રોલ ખાતે હેમ રેડિયો સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યાં છે. દરેક સ્ટેશન પર ત્રણ-ત્રણ સભ્યોની ટીમ તહેનાત કરવામાં આવી છે.

બિપરજોય વાવાઝોડુઃ ઇમરજન્સી કમ્યૂનિકેશન માટે હેમ રેડિયોની ટીમો બનશે સંકટ સમયની સાંકળ hum dekhenge news

અગાઉ પણ હેમ રેડિયો સ્ટેશન દ્વારા બચાવ કામગીરી શક્ય બની હતી

GIAR સંસ્થા દ્વારા અગાઉ ૫ણ સુનામી સમયે આંદામાન-નિકોબાર ખાતે, નેપાળમાં ધરતીકં૫ દરમ્યાન, સુરત પૂર હોનારત સમયે તથા વાયુ તેમજ નીલોફર વાવાઝોડા દરમ્યાન તેમજ તાઉતે વાવાઝોડા સમયે ૫ણ હેમ રેડિયો સ્ટેશન કાર્યરત કરીને રાહત અને બચાવ કામગીરીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી હતી. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમેચ્યોર રેડિયો સંસ્થાના જનરલ સેક્રેટરી ડૉ. જગદીશ પંડ્યા તથા જોઇન્ટ સેક્રેટરી પ્રવીણ વલેરા દ્વારા સમગ્ર આયોજન અને સંકલન કરવામાં આવ્યુ છે, જયારે રાજકોટથી સંકલન નરેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ બિપરજોયઃ કનેક્ટિવિટીની શંકા વચ્ચે CM નિવાસે હેમ રેડિયો સ્ટેશન શરૂ

Back to top button