બિપાશા બાસુનું બેબી શાવર,જુઓ તસવીરો


બોલિવૂડ અભિનેત્રી બિપાશા બાસુ ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. થોડા સમય પહેલા બિપાશા અને કરણે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે આ ખુશખબર શેર કરી હતી.
બિપાશા અને કરણ સિંહ ગ્રોવર પહેલીવાર પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે, દેખીતી રીતે જ તેઓ આ માટે ખૂબ જ ઉત્સાહિત હશે.
તાજેતરમાં, નાના મહેમાનના આગમનની ખુશીમાં કપલે બેબી શાવર યોજ્યું હતું, જેમાં બિપાશા અને કરણના કેટલાક ખાસ લોકોએ હાજરી આપી હતી.
બિપાશા બાસુના બેબી શાવરની તસવીરો સામે આવી છે, જેમાં અભિનેત્રી પિંક કલરના ડ્રેસમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે, જ્યારે કરણ બ્લૂ સૂટમાં હેન્ડસમ લાગી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે કરણ અને બિપાશાના લગ્ન વર્ષ 2016માં થયા હતા. લગ્નના 7 વર્ષ બાદ બિપાશા અને કરણના ઘરમાં આ ખુશી આવવાની છે.
તમને જણાવી દઈએ કે બિપાશા અને કરણ હવે ફિલ્મોમાં એક્ટિવ નથી, જોકે બંને સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે જોડાયેલા રહે છે.