બિપરજોયથી પાકિસ્તાનમાં પણ ડરનો માહોલ; 80 હજાર લોકોનું કરાશે સ્થળાંતર
કરાચી: પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ ચેતવણી આપી છે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો ચક્રવાત બિપરજોય થી ગંભીર જોખમમાં છે.
સરકારના જણાવ્યા અનુસાર બિપરજોય તોફાનના કારણે ભારે વરસાદ અને પૂરની સંભાવના છે.
નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને મંગળવાર સાંજ સુધીમાં ઘર છોડીને સરકારી રાહત શિબિરોમાં જવા માટે કહેવામાં આવ્યું છે. લગભગ 80 હજાર લોકોને સુરક્ષિત સ્થળો પર લઈ જવામાં આવી રહ્યા છે.
આવતીકાલે સવારે ચક્રવાત બિપરજોય કરાચી પહોંચશે તેવી અપેક્ષા છે. હવામાન નિષ્ણાતોના મતે તે 140થી 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કરાચીને ટકરાશે.
સિંધ પ્રાંતના થટ્ટા, સુજાવલ અને બદીન જિલ્લામાં ચક્રવાતને કારણે ભારે નુકસાન થવાની આશંકા છે. ગ્વાદર અને બલૂચિસ્તાનમાં પણ નુકસાન થવાની આશંકા છે.
શાળાઓમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે જેના કારણે શાળાના બિલ્ડીંગો ખાલીખમ પડી છે. આવી સ્થિતિમાં તેનો ઉપયોગ રાહત શિબિર તરીકે કરવામાં આવી રહ્યો છે.
سمندری سائیکلون بپرجوائے حقیقت ہے۔ لوگوں کیلئے ضروری ہے کہ گھبرائے بغیر ساحلی علاقوں کے لیے پی ڈی ایم اے سندھ اور پی ڈی ایم اے بلوچستان کی ایڈوائزری پر سنجیدگی سے عمل کریں۔ اب تک اس کی بلوچستان کی جانب شدت میں معمولی کمی آئی ہے لیکن سمندری طوفان بہت غیر متوقع ہوتے ہیں۔
برائے… pic.twitter.com/sn7QIc5ttI— SenatorSherryRehman (@sherryrehman) June 13, 2023
ગુજરાતમાં ચક્રવાત બિપરજોય ને લઈને કેટલાક અપડેટ
રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં પવનના સૂસવાટા સાથે વીજળીના કડકાભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. ત્યારે આજ સવારથી જામગર જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. આજે સવારે 6થી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 51 તાલુકામાં અડધાથી સવા ત્રણ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે, જેમાં ખંભાળિયામાં સવાત્રણ, મેંદરડામાં અઢી, ઉપલેટા અને જૂનાગઢમાં બે-બે ઈંચ વરસાદ નોંધાયો છે.
અમરેલી અને જામનગર જિલ્લામાં બપોર પછી ધોધમાર વરસાદ વરસ્યો છે. તેમજ વલસાડ અને ભચાઉમાં ભારે પવન સાથે ધોધામાર વરસાદ વરસતા હાઇવે પર પસાર થતા વાહનચાલકોની પણ મુશ્કેલીઓ વધી ગઈ હતી. રાપરના ખેંગાર અને આસપાસના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
કેન્દ્ર સરકારે 8000 કરોડની ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્કીમ જાહેર કરી
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાના મંડરાતા ખતરા વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય જાહેર કર્યો છે. કેન્દ્ર સરકારે 8000 કરોડની ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્કીમ જાહેર કરી છે. આજે ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગો સાથે બેઠક યોજી હતી. જે બાદ કુદરતી આપદા માટે કેન્દ્ર સરકારે આ મોટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ યોજનાજાહેર કરી છે.
અમરેલી જિલ્લાની પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં બે દિવસ રજા
અમરેલી જિલ્લાની પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં બે દિવસ રજા જાહેર કરવામાં આવી છે.જિલ્લા કલેક્ટરએ ઉમેર્યુ કે, જિલ્લામાં સલામતીના ભાગરુપે જિલ્લાની તમામ પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં આગામી તા.૧૪ અને તા.૧૫ જુનની રજા જાહેર કરવામાં આવી છે. વધુમાં આગામી સ્થિતિને ધ્યાને લઈને નિર્ણય કરવાનું આયોજન છે. જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા છે. રોડ-રસ્તા પૂર્વરત કરવા તૈયારીઓ સાથે વન વિભાગ તેમજ માર્ગ અને મકાન વિભાગ તૈનાત છે.
બિપરજોય અત્યંત ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ ગયું: હવામાન વિભાગ
ભારતીય હવામાન વિભાગે પોતાની ચેતવણીમાં કહ્યું છે કે, બિપરજોય અત્યંત ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે. ચક્રવાત ‘બિપરજોય’થી ભારે નુકસાન થવાની ધારણા છે અને ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાઓ તેનાથી સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ મંગળવારે આ માહિતી આપી છે. IMD અનુસાર, ચક્રવાત ‘બિપરજોય’ 15 જૂનની સાંજે ‘અત્યંત ગંભીર ચક્રવાત’ તરીકે જખૌ બંદર નજીક સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે. આ દરમિયાન 125-135 કિમી પ્રતિ કલાકથી મહત્તમ 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.
બનાસકાંઠાથી સૌરાષ્ટ્ર તરફ જતી ટ્રેન અને બસના રૂટ રદ કરાયા
સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાંના ખતરાને જોતા બનાસકાંઠા એસટી અને રેલવે વિભાગ પણ સતર્ક બન્યું છે. વાવાઝોડાંને લઈ ટ્રેન તેમજ એસટી બસના સૌરાષ્ટ્ર તરફના તમામ રૂટ રદ કરવામાં આવ્યાં છે. જામનગર, દ્વારકા, પોરબંદર તરફ જતી એસટી બસોના રૂટ રદ કરાયા છે. આ ઉપરાંત ગાંધીધામની બે ટ્રેન તેમજ લોકલ જોધપુર-સાબરમતી ટ્રેન રદ કરાઈ છે. તેમજ ભારે પવનના કારણે ટ્રેનના કેટલાક રૂટોને ટૂંકાવી દેવાયા છે.